Not Set/ અટલજીના અસ્થિઓનું દેશભરમાં કરાઈ રહેલા વિસર્જન અંગે સપાના આ નેતાએ BJP પર સાધ્યું નિશાન

લખનઉ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેઓના અસ્થિનું દેશભરના રાજ્યમાં કળશ યાત્રા દ્વારા વિસર્જન કરવામાં આવ્યું રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમના આયોજન અંગે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને નિશાન સાધ્યું છે. તેઓએ રવિવારે કહ્યું હતું કે, આ ખબર પડી જાય કે નિધન બાદ આટલું સન્માન મળે છે તો તેઓ આજે જ મારી જવા […]

India Trending
675890 azam khan અટલજીના અસ્થિઓનું દેશભરમાં કરાઈ રહેલા વિસર્જન અંગે સપાના આ નેતાએ BJP પર સાધ્યું નિશાન
લખનઉ,
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ તેઓના અસ્થિનું દેશભરના રાજ્યમાં કળશ યાત્રા દ્વારા વિસર્જન કરવામાં આવ્યું રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમના આયોજન અંગે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને નિશાન સાધ્યું છે. તેઓએ રવિવારે કહ્યું હતું કે, આ ખબર પડી જાય કે નિધન બાદ આટલું સન્માન મળે છે તો તેઓ આજે જ મારી જવા ઈચ્છે છે.
https://twitter.com/ANINewsUP/status/1033553686750842886
હકીકતમાં, 16 જુલાઈ ના રોજ ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ના નિધન બાદ તેઓના અસ્થિ દેશભરના 22 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માં સ્થિત મુખ્ય 100 નદીઓમાં વિસર્જન કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. આ અસ્થિ વિસર્જન કાર્યક્રમ માં ભાજપના અનેક નેતાઓ શામેલ થઈ રહ્યા છે.
જો કે અટલજી આ અસ્થિ કળશ યાત્રા દરમિયાન કેટલાક રાજ્યોમાં પાર્ટીના નેતાઓ દ્વારા કરાઈ રહેલા વ્યવહાર અંગે પણ ચર્ચાઓ સામે આવી રહી છે. આ દરમિયાન છત્તીસગઢમાં આયોજિત એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મંચ પર કૃષિ મંત્રી બૃજ મોહન અગ્રવાલ અને સ્વાસ્થ્ય મંત્રી અજય ચંદ્રકાર એક બીજા સાથે વાતચીત કરતા અને હસતા નજરે પડ્યા હતા.
જો કે આ પ્રકારની ઘટનાઓ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા આઝમ ખાને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જો મને ખબર પડી જાય કે, વ્યક્તિના નિધન બાદ જો સૌથી વધુ સન્માન મળે છે તો તેઓ આજે જ મૃત્યુ પામવાનું પસંદ કરશે