Not Set/ ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો …

ભાઈ બહેન વચ્ચે થતી તકરારના કિસ્સાઓ ભારતના દરેક ખૂણામાં સાંભળવા મળે છે. પરંતુ અહીં અમે આપને કેટલાક એવા ભાઈ બહેનો વિષે જણાવીશું, જેમણે એકસાથે આવીને સ્ટાર્ટઅપ ની દુનિયામાં ધમાલ મચાવી… રક્ષાબંધનના દિવસે આવો જાણીએ આવા ભાઈ બહેન વિષે… SlideShare (સ્લાઇડશેર) :- ઈન્ટરનેટનો ઉપયોગ કરતા મોટાભગના વિદ્યાર્થીઓ આ વેબસાઈટ વિષે જાણે છે. આને રશમી અને અમિત […]

Top Stories India Business Navratri 2022
Startups India ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો ...

ભાઈ બહેન વચ્ચે થતી તકરારના કિસ્સાઓ ભારતના દરેક ખૂણામાં સાંભળવા મળે છે. પરંતુ અહીં અમે આપને કેટલાક એવા ભાઈ બહેનો વિષે જણાવીશું, જેમણે એકસાથે આવીને સ્ટાર્ટઅપ ની દુનિયામાં ધમાલ મચાવી… રક્ષાબંધનના દિવસે આવો જાણીએ આવા ભાઈ બહેન વિષે…

SlideShare (સ્લાઇડશેર) :-

1 1oGLnpfgkHWCebWNMuxjlw e1535271955541 ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો ...

ઈન્ટરનેટનો ઉપયોગ કરતા મોટાભગના વિદ્યાર્થીઓ આ વેબસાઈટ વિષે જાણે છે. આને રશમી અને અમિત રંજને શરુ કરી હતી. આની મદદથી પ્રેઝન્ટેશન બનાવી અને શેર કરી શકાય છે. 2012 માં આને લિંક્ડઇન દ્વારા ખરીદી લેવામાં આવી હતી.

Homegrown (હોમગ્રોન) :-

Event873162112Img e1535272204165 ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો ...

ફેશન, આર્ટ, કલ્ચર અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી આ વેબસાઈટ વરુણ અને વર્ષા પાત્રાએ શરુ કરી હતી. હાલ ભારતમાં આ વેબસાઇટને ફોલો કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે.

Campus Sutra (કેમ્પસ સૂત્ર) :-

campussutra rs.126 cashback a coupon codes aug 2C 2018 ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો ...

સ્ટાર્ટઅપ વસ્ત્ર ઉદ્યોગ સાથે જોડાયેલું છે. જેને ખુશ્બૂ અગ્રવાલ, આદ્દિત્ય અગ્રવાલ અને સોનલ અગ્રવાલે મળીને શરુ કર્યું છે. સ્ટુડન્ટને ધાયનમાં રાખીને ટી-શર્ટ, જેકેટ્સ, બેગ્સ વગેરે બનાવે છે. ફ્લિપકાર્ટ, એમેઝોન, જબોન્ગ અને મિન્ત્રા પર એમના કપડાં મળે છે. આની શરૂઆત વર્ષ 2013માં થઇ હતી અને હાલ એમણે સેલ્સમાં 100 કરોડનો આંકડો સ્પર્શી લીધો છે.

Kyazoonga (ખિઝૂંગા) :-

Kyazoonga logo e1535272346652 ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો ...

દિલ્હીના રહેવાસી ભાઈ બહેન આકાશ અને નીતુ ભાટિયાએ 2007માં આ વેબસાઈટ શરુ કરી હતી. આની મદદથી ક્રિકેટ, થીમ પાર્ક, ટૂર વગેરે માટે ટિકિટ બુક કરાવી શકાય છે. ભારતની આ એકલી ટિકિટિંગ કંપની હતી જે ઓલિમ્પિક જેવી ઇવેન્ટ માટે ટિકિટ બુક કરી શકતી હતી. ઉપખંડમાં આ એકલી જ એવી વેબસાઈટ હતી જેની મદદથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2011 માટે ટિકિટ બુક થતી હતી.

Imarticus Learning (ઇમારટીક્સ લર્નિંગ) :-

imarticus financial analyst program 1 638 e1535272408222 ભાઈ બહેનની જોડીના આ 5 સ્ટાર્ટઅપ, આપ નહિ જાણતા હો ...

મુંબઈનું આ સ્ટાર્ટઅપ સોનિયા અને નિખિલે શરુ કર્યું હતું. 2012 શરુ થયેલી આ સંસ્થા પ્રોફેશનલ એજ્યુકેશન આપે છે. દુનિયાભરમાં 30 હજાર વિદ્યાર્થીઓ ને શિક્ષા આપી છે, જેમને મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઇ, પુણે સહીત દુબઇ અને આફ્રિકામાં સારી નોકરીઓ મળી છે.