Corona guidelines/ માસ્કમાંથી મુક્તિ માટે હજુ જોવી પડશે રાહ ; સરકારનો મોટો નિર્ણય

માસ્કને લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં માસ્ક મુદ્દે ગુજરાતીઓને કોઈ પ્રકારની રાહત આપવામાં આવશે નહિ.

Top Stories Gujarat
Untitled 83 2 માસ્કમાંથી મુક્તિ માટે હજુ જોવી પડશે રાહ ; સરકારનો મોટો નિર્ણય

માસ્કને લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં માસ્ક મુદ્દે ગુજરાતીઓને કોઈ પ્રકારની રાહત આપવામાં આવશે નહિ. રાજ્યમાં માસ્ક પહેરવું હજુ ફરજિયાત રહેશે. સાર્વજનિક જગ્યા અને ઓફિસમાં માસ્ક ફરજિયાત પહેરવું પડશે. મુસાફરી દરમિયાન પણ માસ્ક પહેરવું પડશે. માસ્કમાંથી મુક્તિ માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ રજૂઆત સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે.

ગુજરાતમાં શિવરાત્રીથી હવે કોવિડ સંક્રમણને લગતાં તમામ નિયંત્રણોને દૂર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના જાહેરનામા મુજબ 31 માર્ચ સુધી ઘરમાંથી બહાર નીકળવાનું થાય એટલે સતત માસ્ક પહેરવો, જાહેર સ્થળોએ સોશીયલ ડિસ્ટન્સિગ નું પાલન કરવું, હાથ ધોવા તેમજ થુંકવા પર પાબંધી મૂકવામાં આવી છે. જે તે સેમીની પરિસ્થિતી જોઈ સરકાર આગળના નિણર્ય લેશે.

અત્રે નોધનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ત્રીજી લહેરમાં પણ કોરોનાએ કોઈ ભારે તબાહી મચાવી નથી.  જો કે કોરોનની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર દ્વારા હાલ પૂરતી કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. IMA સાથે સંકળાયેલા તબીબોએ સરકારને પત્ર લખીને માસ્કના નિયમને રદ કરવાની માગ કરી છે. ફરજિયાત માસ્કનો નિયમ રદ કરવામાં આવે તેમ તબીબોએ સરકારને જણાવ્યુ. તબીબોનું કહેવુ છે કે ફરજિયાત માસ્કના નિયમથી લોકોને પરેશાન કરવામાં આવે છે.

Ukraine Crisis/ ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન

Ukraine Crisis / યુદ્ધ વચ્ચે ભારતની મોટી પહેલ, ભારત યુક્રેનને દવાઓ મોકલશે; માનવતાવાદી મદદ

Ukraine Crisis / બેલારુસમાં અમેરિકા એમ્બેસી બંધ કરવાનો આદેશ : અમેરિકાનું કડક વલણ