india cricket/ જસપ્રિત બુમરાહ : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરે મેળવી મોટી સિદ્ધિ, ICC ટેસ્ટ રેન્કિંગમાં મેળવ્યું પ્રથમ સ્થાન

જસપ્રિત બુમરાહની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. આ ખેલાડીએ માત્ર 34 મેચમાં 155 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ માત્ર 20.19 છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા દરેક જગ્યાએ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

Top Stories Sports
YouTube Thumbnail 2024 02 07T153324.640 જસપ્રિત બુમરાહ : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરે મેળવી મોટી સિદ્ધિ, ICC ટેસ્ટ રેન્કિંગમાં મેળવ્યું પ્રથમ સ્થાન

ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. જસપ્રિત બુમરાહની ભારતની ટીમ ઇન્ડયાના સર્વશ્રેષ્ઠ બોલરમાં ગણના થાય છે. બુમરાહે મોટી સિદ્ધી મેળવી છે. બોલર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જસપ્રિત બુમરાહે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. અત્યારે ઘરઆંગણે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. દરમ્યાન અત્યાર સુધીની મેચમાં બોલર તરીકે જસપ્રિત બુમરાહનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું. આ ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી 2 ટેસ્ટ મેચોમાં અવિશ્વસનીય પ્રદર્શન અન્ય બોલરોને પાછળ છોડી દીધા છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આખરે તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. બુધવારે જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં આ જમણા હાથના ફાસ્ટ બોલરે 3 ખેલાડીઓને હરાવીને નંબર 1 રેન્કિંગ હાંસલ કરી છે. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. તમને જણાવી દઈએ કે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો.

ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવનાર જસપ્રીત બુમરાહ પોતાની જ ટીમના દિગ્ગજ બોલરને પાછળ છોડી દીધા છે. બોલર આર અશ્વિન લાંબા સમય સુધી નંબર 1 ટેસ્ટ બોલર રહ્યો છે. જો કે હવે અશ્વિન ત્રીજા સ્થાને આવી ગયો છે. જ્યારે કાગિસો રબાડા બીજા સ્થાને અને પેટ કમિન્સ ચોથા સ્થાને છે. ભારતીય પિચો પર સામાન્ય રીતે સ્પિન બોલરોનું વર્ચસ્વ હોય છે પરંતુ જસપ્રિત બુમરાહ ફાસ્ટ બોલર હોવા છતાં વિકેટો ઝડપી બધાને ચોંકાવી દીધા હતા. ટીમ ઇન્ડિયાના આ ફાસ્ટ બોલરે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં તબાહી મચાવી હતી. આ ખેલાડી માત્ર 4 ઇનિંગ્સમાં 15 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તેણે બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. આ અદ્ભુત બોલિંગના આધારે તેને બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો.

જસપ્રિત બુમરાહની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. આ ખેલાડીએ માત્ર 34 મેચમાં 155 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ એવરેજ માત્ર 20.19 છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા દરેક જગ્યાએ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે ભારતીય પીચો પર પણ આ ખેલાડીએ માત્ર 6 મેચમાં 29 વિકેટ ઝડપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી