Ukraine Russia War/ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર, ચોવીસ કલાક ફોન કરીને મદદ માંગી શકશે

યુક્રેનમાં સતત ભયાનક પરિસ્થિતિને જોતા ભારત સરકારે ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાની કવાયત તેજ કરી દીધી છે. હવે ભારત સરકારે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાક રિપબ્લિકની સરહદ પરથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે 24×7 હેલ્પલાઇન શરૂ કરી છે.

Top Stories India
Ukrainestudents

યુક્રેનમાં સતત ભયાનક પરિસ્થિતિને જોતા ભારત સરકારે ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવાની કવાયત તેજ કરી દીધી છે. હવે ભારત સરકારે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાક રિપબ્લિકની સરહદ પરથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે 24×7 હેલ્પલાઇન શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

સરકારે ઓપરેશન ગંગા હેઠળ આ હેલ્પલાઇન શરૂ કરી છે. યુક્રેનમાંથી લોકોને બહાર કાઢવાના મિશનને ઓપરેશન ગંગા નામ આપવામાં આવ્યું છે. યાદીમાં જોઈ શકાય છે કે મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સ્લોવાકિયા, રોમાનિયા, પોલેન્ડ અને હંગેરીના હેલ્પલાઈન નંબરો પર કોલ કરી શકે છે જેથી કરીને તેમને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી બહાર કાઢી શકાય.