APMC/ સુરત એપીએમસીએ શાકભાજીના બગાડમાંથી આવકનો શોધ્યો નવો સ્ત્રોત

સુરત એપીએમસી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સાથે-સાથે બગાડ ઘટાડીને આવકનો નવો કીમિયો શોધી કાઢ્યો છે. સુરત એપીએમસીમાંથી રોજ નીકળતા 35 ટન કચરામાંથી 800 કિલો સીએનજી બને છે. 2018માં ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ પણ શરૂ કરાયો છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 32 1 સુરત એપીએમસીએ શાકભાજીના બગાડમાંથી આવકનો શોધ્યો નવો સ્ત્રોત

સુરતઃ સુરત એપીએમસી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સાથે-સાથે બગાડ ઘટાડીને આવકનો નવો કીમિયો શોધી કાઢ્યો છે. સુરત એપીએમસીમાંથી રોજ નીકળતા 35 ટન કચરામાંથી 800 કિલો સીએનજી બને છે. 2018માં ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ પણ શરૂ કરાયો છે.

સુરત ફક્ત ડાયમંડ સિટી જ નથી, પણ સ્વચ્છતાની બાબતમાં પણ અગ્રેસરછે. સુરતની એપીએમસીએ વેસ્ટમાથી બેસ્ટ બનાવવાનો ઉપાય શોધી કાઢીને રાજ્યોની બીજી એપીએમસીને પણ કચરાના નિકાલની સાથે આવકનો નવો માર્ગ કેવી રીતે મેળવી શકાય તેનો રાહ ચીંધ્યો છે. સુરત એપીએમસીએ આ રીતે ફક્ત તેનો ખર્ચો જ ઘટાડ્યો નથી, પરંતુ નવી આવક પણ મેળવી છે.

સુરત એપીએમસી માર્કેટમાં રોજના 40થી 50 ટન શાકભાજી વેસ્ટ ભેગો થતો હતો. તે દૂર કરવા માટે કોર્પોરેશનને લાખો રૂપિયા આપવા પડતા હતા. હવે આ જ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવીને કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે સુરત એપીએમસીને ગુજરાત ગેસને બાયો સીએનજી વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આમ ક્યાં શાકભાજીનો બગાડ દૂર કરવા પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ તો બીજી બાજુ ખર્ચના બદલે આવક થવા માંડી છે.

એપીએમસી માર્કેટ યાર્ડમાંથી નીકળતા શાકભાજીના કચરામાંથી સીએનજી ગેસ બનાવીને દર મહિને લાખો રૂપિયાની આવક મેળવાઈ રહી છે. 2018માં એપીએમસી દ્વારા કચરામાંથી ઓર્ગેનિક ખાતર અને બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેમા દરરોજ 800 કિલો ઉપરાંત સીએનજી બને છે. તેના માટે 35 ટન વેજીટેબલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાન્ટની ક્ષમતા 1,200 કિલો સીએનજી બનાવવાની છે. તેના માટે 50 ટન શાકભાજીના વેસ્ટની જરૂર પડે છે.

આ ઉપરાંત અહીં દરરોજે  8000 લિટર લિક્વિડ ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવી રહ્યુ છે. આ ખાતર ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યુ છે. ખેડૂતોને પણ એકદમ નજીવા ભાવે આ ખાતર આપવામાં આવે છે. પ્રતિ લિટર ત્રણ રૂપિયાના ભાવે ખાતર આપવામાં આવે છે.


આ પણ વાંચોઃ Gaza-Israel War/ ઇઝરાયેલને ના મળ્યો સૌથી મોટા સમર્થકનો સાથ, UNSCમાં યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર અમેરિકા વોટિંગથી રહ્યું દૂર

આ પણ વાંચોઃ Uttarakhand/ નૈનીતાલમાં મુસાફરોથી ભરેલી જીપ ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

આ પણ વાંચોઃ World Cup Final 2023/ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અમદાવાદ આવી શકે છે PM મોદી-શાહ, ઓસ્ટ્રેલિયાના PM-ડેપ્યુટી PM ને પણ આમંત્રણ