Not Set/ ચોટીલા પાસે ટ્રકે બે પદયાત્રીને કચડી નાંખ્યા, મોરબી પાસે ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા યુવકનું મોત

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ અને રાજકોટ મોરબી હાઈવે અલગ-અલગ ત્રણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની વિગતો સાંપડી છે. અમદાવાદ- રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક ટ્રકે બે પદયાત્રીને કચડી નાખતાં તેમના મોત નીપજ્યા હતા. જયારે મોરબી રાજકોટ હાઈવે પર ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ અંગે ઘટના અંગે પ્રાપ્ત […]

Top Stories Rajkot Gujarat Others Trending
Truck crushes two pedestrians near Chottila, killing a youth died in Tanker hit to Activa, near Morbi

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ અને રાજકોટ મોરબી હાઈવે અલગ-અલગ ત્રણ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની વિગતો સાંપડી છે.

અમદાવાદ- રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક ટ્રકે બે પદયાત્રીને કચડી નાખતાં તેમના મોત નીપજ્યા હતા. જયારે મોરબી રાજકોટ હાઈવે પર ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા એક યુવકનું મોત નીપજ્યું છે.

આ અંગે ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક બામણબોર નજીક પગપાળા જઈ રહેલા બે પદયાત્રીઓને એક ટ્રકના ચાલકે અડફેટે લઈને કચડી નાખ્યા હતા. જેના કારણે આ બંને પદયાત્રીઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા બંને પદયાત્રીઓ રાજકોટના હોવાનું જાણવા મળ્યું હતું.

જયારે અન્ય એક બનાવમાં રવિવારે વહેલી સવારે રાજકોટથી મોરબી તરફ બે યુવાન એક્ટિવા પર જઇ રહ્યા હતા. આ દરમિયાન ટંકારા નજીક આવેલા લજાઈ ગામ પાસે એક ટેન્કરના ચાલકે આ એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કરને એક્ટિવા સવાર બે યુવાનો પૈકીના એક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતની ઘટના બની તેના થોડા સમય બાદ આ જ સ્થળે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ બંને કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને ઈજાઓ પહોંચી ન હતી તેવું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.