Not Set/ #INDvAUS : બુમરાહ-ઇશાંત અને શામીની પેસ બેટરીએ તોડ્યો વેસ્ટ ઇન્ડીઝનો આ રેકોર્ડ

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ ભારતીય ટીમ વિજયથી માત્ર ૨ વિકેટ દૂર છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૪૦૦ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમનો ધબડકો થયો છે અને ચોથા દિવસના અંતે ૮ વિકેટના નુકશાને ૨૫૮ રન બનાવી લીધા છે. જો કે આ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્મા, જસપ્રીત […]

Trending Sports

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ ભારતીય ટીમ વિજયથી માત્ર ૨ વિકેટ દૂર છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૪૦૦ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમનો ધબડકો થયો છે અને ચોથા દિવસના અંતે ૮ વિકેટના નુકશાને ૨૫૮ રન બનાવી લીધા છે.

જો કે આ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામીની જોડીએ એક ૩૪ વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતની આ ત્રિપુટીએ ટેસ્ટ ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં કુલ ૧૩૧ વિકેટ પોતાના નામે કરી છે.

ishant m #INDvAUS : બુમરાહ-ઇશાંત અને શામીની પેસ બેટરીએ તોડ્યો વેસ્ટ ઇન્ડીઝનો આ રેકોર્ડ
sports-#indvaus-indian-fast-bower trio-break-34-year-old-west-indies-record

આ સાથે જ તેઓએ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઝડપી બોલરો માઈકલ હોલ્ડિંગ, મેલ્કમ માર્શલ અને જોએલ ગાર્નરની ત્રિપુટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વર્ષ ૧૯૮૪માં આ કેરેબિયન ત્રિપુટીએ એક કેલેન્ડર વર્ષમાં ૧૩૦ વિકેટ ઝડપી હતી. આ પહેલા અન્ય કોઈ ટીમના સ્ટાર ઝડપી બોલરો આ રેકોર્ડ સુધી પહોંચી શક્યા ન હતા, પરંતુ હવે ભારતના બોલરોએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારતીય ટીમની વાત કરવામાં આવે તો, આ વર્ષે જસપ્રીત બુમરાહે ૯ ટેસ્ટ મેચમાં ૪૬ વિકેટ, મોહમ્મદ શામીએ ૧૨ ટેસ્ટમાં ૪૬ વિકેટ અને ટીમના સૌથી બોલર ઇશાંત શર્માએ ૧૧ ટેસ્ટમાં ૩૯ વિકેટ પોતાના નામે કરી છે.