Not Set/ બે થી વધુ બાળકો હોય તેમનો મતાધિકાર છીનવી લેવો જોઈએ : રામદેવ

અલીગઢ, યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે, “ભલે હિંદુ હોય કે મુસલમાન જે પણ બે થી વધુ બાળકો પેદા કરે છે, તેઓને સરકારી નોકરીઓ અને સારવારની સેવાઓ મળવી ન જોઈએ  આમ કરવાથી જ વસ્તી નિયંત્રિત શક્ર્ય છે”. દેશની વધતી વસ્તી પર નિયંત્રણ કરવા માટે રામદેવ ઈચ્છે છે કે બે થી વધુ બાળકો પેદા કરનાર લોકોની પાસેથી […]

Top Stories India Trending
baba બે થી વધુ બાળકો હોય તેમનો મતાધિકાર છીનવી લેવો જોઈએ : રામદેવ

અલીગઢ,

યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે, “ભલે હિંદુ હોય કે મુસલમાન જે પણ બે થી વધુ બાળકો પેદા કરે છે, તેઓને સરકારી નોકરીઓ અને સારવારની સેવાઓ મળવી ન જોઈએ  આમ કરવાથી જ વસ્તી નિયંત્રિત શક્ર્ય છે”.

દેશની વધતી વસ્તી પર નિયંત્રણ કરવા માટે રામદેવ ઈચ્છે છે કે બે થી વધુ બાળકો પેદા કરનાર લોકોની પાસેથી મતાધિકાર છીનવી લેવો જોઈએ

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું હતું કે, “એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશને વધતી વસ્તી પર કેવી રીતે નિયંત્રણ કરી શકાય તે તેની પ્રાથમિકતા હોવી જોઈએ”.

બુધવારે ઉત્તરપ્રદેશના અલીગઢમાં રામદેવે જણાવ્યું હતું કે, “વસ્તી નિયંત્રિત કરવા માટે જે પણ બે થી વધુ બાળકો પેદા કરે છે, તેમની જોડેથી વોટ આપવાનો અધિકાર, સરકારી નૌકરી અને સારવારની સુવિધા છીનવી લેવી જોઈએ, ભલે હિંદુ હોય કે મુસલમાન. આમ કરવાથી જ વસ્તી નિયંત્રિત કરી શકીએ છીએ”

અલીગઢમાં પતંજલિ ગારમેન્ટના ઉદ્દઘાટન સમયે રામદેવે કહ્યું કે, “આવા લોકોને તો ચુંટણી લડવાનો અધિકાર પણ ના મળવો જોઈએ”.

વસ્તી નિયંત્રિતને લઈને રામદેવે પ્રથમ વખત આવી ટીપ્પણી કરી નથી. રામદેવે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ કહ્યું હતું કે, “જે લોકોએ લગ્ન નથી કર્યા તેમને પણ વિશેષ સન્માન મળવું જોઈએ. જયારે જે લોકો એ લગ્ન કર્યા છે અને તેઓએ બે થી વધુ બાળકો પેદા કર્યા છે તેમની પાસેથી વોટ આપવાનો અધિકાર પણ છીનવી લેવો જોઈએ”.

ફાઈનાન્સ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, “અગાઉ વર્ષ ૨૦૧૫માં, રામદેવના નિવેદનનથી વિવાદ થયો હતો જ્યારે તેમણે કહ્યું હતું કે, “કોઈ ચોક્કસ સમુદાયની વસ્તી ઝડપથી વધી રહી છે અને તેને અંકુશમાં લાવવા કાયદો લાવવાની આવશ્યકતા છે”.