Rishabh Pant Car Accident/ ઋષભ પંતના કાર અકસ્માત બાદ ઉર્વશી રૌતેલાએ શેર કરી પોસ્ટ, કહ્યું- ‘હું પ્રાર્થના કરું છું’

પંતની હાલમાં દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન હવે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી છે.

Trending Entertainment
ઉર્વશી

ભારતીય ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant Car Accident) નો આજે કાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો છે. ઋષભ પંત દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. પંતની હાલમાં દેહરાદૂનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન હવે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અને ઋષભ પંત હંમેશા ઘણા કારણોસર ચર્ચામાં રહે છે. તેની વચ્ચેનો વિવાદ જાણીતો છે. બંને વચ્ચેના ઝઘડાની જાણ બધાને બંને વચ્ચેના ઈન્સ્ટા વોરથી થઈ હતી. ઋષભ પંતના અકસ્માતની માહિતી મળતાં જ ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં આપેલા કેપ્શને બધાનું ધ્યાન ખેંચ્યું છે.

&

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ઉર્વશી રૌતેલાએ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. તેણીએ તેને કેપ્શન આપ્યું, ‘પ્રાર્થના.’ તેણે વ્હાઇટ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યું. તેના ઘણા ફેન્સે આ અંગે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈનો અકસ્માત થયો છે અને તે અહીં હોટ બનીને ફરે છે.’

આ દુર્ઘટનામાં ઋષભ પંત ખરાબ રીતે ઘાયલ થયો છે. તેણે પોતાનો જીવ બચાવવા કારની વિન્ડ શિલ્ડ તોડી નાખી. સ્થાનિકોએ તેને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. 108 અને હરિદ્વાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો:ઋષભ પંતને અકસ્માતમાં ક્યાં ઈજા થઈ હતી, BCCI આપી જાણકારી

આ પણ વાંચો:બે દુઃખદ સમાચાર અને એક અકસ્માત, મોદીની માતા હીરાબા- ફૂટબોલર પેલેનું નિધન, ઋષભ પંતનો અકસ્માત

આ પણ વાંચો:ક્રિકેટર ઋષભ પંતની કાર રૂડકીમાં ડિવાઈડર સાથે અથડાઈ, કાચ તોડીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો