Video/ હૃતિક રોશન અને સબા આઝાદ એરપોર્ટ પર હાથોમાં હાથ સાથે કેમેરામાં થયા કેદ

હૃતિક રોશન હાલમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. હૃતિકનું નામ અભિનેતા અને સંગીતકાર સબા આઝાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા હતા.

Entertainment
Saba

હૃતિક રોશન હાલમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. હૃતિકનું નામ અભિનેતા અને સંગીતકાર સબા આઝાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા હતા. સબાની તસવીર પણ સામે આવી હતી જેમાં તે રિતિકના પરિવાર સાથે હતી. જે બાદ એવી ચર્ચાઓ થઈ હતી કે રિતિકના પરિવારે તેને સ્વીકારી લીધો છે. હવે મંગળવારે રિતિક અને સબા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.

હૃતિક અને સબા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાનો હાથ પકડીને એરપોર્ટના ગેટ તરફ આગળ વધી રહ્યા હતા. દેખાવ વિશે વાત કરીએ તો, હૃતિકે સફેદ ટી-શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. આ સાથે તેણે ટોપી પહેરી હતી. બીજી તરફ સબાએ ગ્રે કલરના ક્રોપ ટોપ સાથેનું પેન્ટ પહેર્યું હતું.

https://www.instagram.com/reel/Cb9v32SAY2f/?utm_source=ig_embed&ig_rid=d34403cd-4e13-4a13-9020-e8a032e39e20

 

એક યુઝરે લખ્યું- ‘આમાં અફવાની શું વાત છે તે સ્પષ્ટ છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.’ બીજાએ કહ્યું, ‘હજુ અફવા છે?’ એક યુઝરે લખ્યું- ‘તો હવે તે ઓફિશિયલ છે.’