મુંબઈ
છેલ્લા ઘણા દિવસથી બોલીવુડના એક્ટર ઈરફાન ખાનની બીમારીના લઈને સમાચાર આવી રહ્યા છે. તેમના દરેક ચાહકો ઈરફાન ખાન જલ્દી સારા થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ તેમની બિમારી વિશેનું રહસ્ય અકબંધ રહ્યું હતું. થોડા જ સમય પહેલા જ ઈરફાને ખુદ જાતે ટવીટ કરીને ખુલાસો કર્યો છે.
ઈરફાન ખાને ટવીટ કર્યું છે કે હું ન્યુરો ઈંડોક્રાઈન ગાંઠથી પીડાવું છુ. આ સમય મારા માટે ઘણો કપરો છે. મારી આસપાસ રહેલા લોકોનો પ્યાર અને હિંમતથી હું આ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છુ. મારી બીમારીના સારવારના અર્થે હું વિદેશ જાઉં છુ મને આશા છે કે તમે મારા માટે પ્રાર્થના કરશો. જે લોકોને લાગી રહ્યું છે કે ન્યુરોએ મગજને સંબધિત બીમારી છે તો તમને જણાવી દઉં કે આ વાત સાચી નથી. અને આશા કરું છુ કે બહુ જલ્દી તમને કઈક વધારે જણાવી શકું.
આની પહેલા પણ ઈરફાન ખાને ૫ માર્ચના રોજ સોશિયલ મીડિયામાં ટવીટ કર્યું હતું કે જેને લઈને ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. ત્યારે તેમણે કીધું હતું કે તેઓ ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા છે અને આજે તેમણે આ બીમારીનો ખુલાસો કર્યો છે.
સોશિયલ મીડિયામાં હાલ આ સમાચાર ખુબ જલ્દી વાયરલ થઇ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઈરફાન ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ પીકૂ ને ખુબ સફળતા મળી હતી અને આ ફિલ્મના ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ એક વાર ફરીથી આ જોડીને સાથે લાવવા માંગે છે.