Not Set/ રીપબ્લિક ડે ની ઉજવણી 26 જાન્યુઆરી એ જ કેમ કરાય છે..જાણો

બંધારણ સભાની પ્રથમ બેઠક સોમવારે 9મી ડિસેમ્બર 1946ના દિવસે સવારે 11 વાગે શરૂ થઈ હતી જેમાં 210 સભ્યો ઉપસ્થિત હતા. 11મી ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાની બેઠકમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા જે અંત સુધી આ હોદ્દા ઉપર રહ્યા હતા. 13મી ડિસેમ્બર 1946ના દિવસે પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશ્ય સાથે […]

Top Stories India
bbh રીપબ્લિક ડે ની ઉજવણી 26 જાન્યુઆરી એ જ કેમ કરાય છે..જાણો

બંધારણ સભાની પ્રથમ બેઠક સોમવારે 9મી ડિસેમ્બર 1946ના દિવસે સવારે 11 વાગે શરૂ થઈ હતી જેમાં 210 સભ્યો ઉપસ્થિત હતા. 11મી ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાની બેઠકમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા જે અંત સુધી આ હોદ્દા ઉપર રહ્યા હતા. 13મી ડિસેમ્બર 1946ના દિવસે પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશ્ય સાથે સંબંધિત પ્રસ્તાવ સભામાં રજૂ કર્યો હતો જે 22 જાન્યુઆરી 1947ના દિવસે પસાર કરી દેવામાં આવ્યો હતો. આની કેટલીક બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.

આમ જણાવવામાં આવ્યું હતું કે ભારત પોતાની રીતે પોતાના કાયદાઓ બનાવશે અને અમલી બનાવશે. 26મી જાન્યુઆરીના દિવસે જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના પાછળ પણ કેટલાક કારણો રહેલા છે. 26મી જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ પણ ગણવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે ઉજવણી કરવા માટે ઘણા કારણ છે. દર વર્ષે ૨૬મી જાન્યુઆરીના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ગણવામાં આવે છે. આ દિવસે તમામ સ્વતંત્રતા લડવૈયાઓ પ્રચારમાં જોડાય છે.

આ રીતે 26મી જાન્યુઆરી બિન જાહેર રીતે ભારતના સ્વતંત્ર દિવસ તરીકે છે. 25મી નવેમ્બર 1949ના દિવસે દેશના બંધારણને મંજૂરી મળી હતી. 26જાન્યુઆરી 1950ના દિવસે તમામ સાંસદો અને ધારાસભ્યોએ આના ઉપર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ બંધારણ અમલી કરવાની જાહેરાત કરાઈ. ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના  દિવસે અમલી કરાયો હતો. તમામ કારણોસર પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26મી જાન્યુઆરીએ થાય છે.