Not Set/ પ્રજાસત્તાક દિને ગુગલે ડુડલ બનાવી દેશને આપ્યું સન્માન

26 જાન્યુઆરીએ ભારતના 70 માં પ્રજાસત્તાક દિવસ પર ગુગલે ડૂડલ બનવીને સમ્માન આપ્યું છે. આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે પ્રતિષ્ઠિત આપણો દેશ 70 મી પ્રજાસત્તાક દિવસ મનાવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત રાજપથ પર દેશના જુદા જુદા રાજ્યોની ફ્લોટ્સ નીકળશે. સેનાના જવાનોની ટુકડીઓ, દમ-ખમનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ છે. આ […]

Top Stories India
mkk 1 પ્રજાસત્તાક દિને ગુગલે ડુડલ બનાવી દેશને આપ્યું સન્માન

26 જાન્યુઆરીએ ભારતના 70 માં પ્રજાસત્તાક દિવસ પર ગુગલે ડૂડલ બનવીને સમ્માન આપ્યું છે. આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે પ્રતિષ્ઠિત આપણો દેશ 70 મી પ્રજાસત્તાક દિવસ મનાવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત રાજપથ પર દેશના જુદા જુદા રાજ્યોની ફ્લોટ્સ નીકળશે. સેનાના જવાનોની ટુકડીઓ, દમ-ખમનું પ્રદર્શન કરશે. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ સેનાની સલામી લે છે. દેશભરના શાળાઓમાંથી આવેલાં બાળકો તેમના પ્રતિભાના પ્રદર્શન કરે છે અને દેશભક્તિ કાર્યક્રમો યોજાય છે.

આ દરમિયાન દરેક લોકોની નજર હશે તો એ છે આપણા ગણતંત્રના પર્વના અતિથી તહેવારના મહેમાનો. આ સમયે, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસા, ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે અમારા મહેમાન છે.

માતામેલા સિરિલ રામાફોસા રાજકારણ છોડી ચુક્યા હતા. તેમણે પોતાની જાતને વ્યવસાયમાં  લગાવી દીધી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં વિશ્વ પ્રસિદ્ધ ફૂડ બ્રાંડ મેકડોનાલ્ડ્સના ફ્રેન્ચાઇઝીની પસંદગી કરી. પાછળથી, તેણે તેને પણ નફામાં વેચી દીધો. તેઓએ ઘણા અન્ય વ્યવસાયોમાં નાણાંનું રોકાણ કર્યું અને તેમને મોટા પૈસા કમાવ્યા. તે હવે દેશના સૌથી અમીર લોકોમાંનો એક છે.