Not Set/ વાયુસેના ચીફે કબુલ્યું કે, ભારતે પોતે જ પોતાનું હેલીકોપ્ટર ભૂલથી તોડી પાડ્યું હતું

એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ કબુલ્યું કે, LoC પાસે પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમિયાન ભારતીય સેનાએ જ પોતાનાં MI-17-V5 હેલીકોપ્ટને મોટી ભૂલ સાથે તોડી પાડ્યું  હતું. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં બડગામ વિસ્તારમાં ગત 27 ફેબ્રુઆરીનાં રોજ થયેલી દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાનાં 6 જવાન અને 1 નાગરિકનું મોત નિપજ્યું હતુ. જો કે આ મામલે વાત […]

Top Stories India
Air Chief વાયુસેના ચીફે કબુલ્યું કે, ભારતે પોતે જ પોતાનું હેલીકોપ્ટર ભૂલથી તોડી પાડ્યું હતું

એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ કબુલ્યું કે, LoC પાસે પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમિયાન ભારતીય સેનાએ જ પોતાનાં MI-17-V5 હેલીકોપ્ટને મોટી ભૂલ સાથે તોડી પાડ્યું  હતું. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં બડગામ વિસ્તારમાં ગત 27 ફેબ્રુઆરીનાં રોજ થયેલી દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાનાં 6 જવાન અને 1 નાગરિકનું મોત નિપજ્યું હતુ. જો કે આ મામલે વાત કરી રહેવા વાયુસેનાનાં ચીફે દેશને વિશ્વાસ આપ્યો છે કે, ફરી આવી ભૂલ ભવિષ્યમાં નહીં થાય.

એર ચીફ માર્શલ ભદૌરિયાએઆ કબુલાત વાયુ સેના દિવસ પર આયોજિત પ્રેસ કૉન્ફરન્સ કરતા કહ્યું હતું કે, “કૉર્ટ ઑફ ઇન્કવાયરી પૂર્ણ થઈ ચુકી છે. આપણી જ મિસાઇલથી આપણું ચોપર ક્રેશ થયું હતુ, આ આપણી જ ભૂલ હતી. અમે 2 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશું. અમે સ્વીકાર કરીએ છીએ કે, આ અમારી મોટી ભૂલ હતી અને અમે ભરોસો આપીએ છીએ કે આવી ભૂલ ભવિષ્યમાં ફરી નહીં થાય.”

આપણી જ મિસાઇલથી ઉડાવી દેવામાં આવ્યું હતું આપણું જ ચોપર  

આપણી મિસાઇલે જ હેલીકોપ્ટર તોડી પાડ્યું હતુ. આની પુષ્ટિ થઈ ચુકી છે. જવાબદારો સામે વહીવટી અને શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ મામલે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂરી પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ફરી ના થાય.”