Not Set/ હવે ‘ગે લવ સ્ટોરી’ લઈને આવશે: કરણ જોહર

મુંબઇ, ફિલ્મ નિર્માતા કરણ જોહરે કહ્યું છે કે તે ટૂંક સમયમાં એક ‘ગે લવ સ્ટોર’ લઈને આવશે. તેમાં બે જાણીતા અભિનેતાઓ રોલ કરશે. સ્વીટ્ઝર્લેન્ડના દાઓસમાં ચાલી રહેલ  ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ દરમિયાન આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું અને સાથે ફિલ્મ બનાવવા પાછળનું કારણ પણ શેર કર્યું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે તે ક્યારે […]

Uncategorized
mkk હવે 'ગે લવ સ્ટોરી' લઈને આવશે: કરણ જોહર

મુંબઇ,

ફિલ્મ નિર્માતા કરણ જોહરે કહ્યું છે કે તે ટૂંક સમયમાં એક ‘ગે લવ સ્ટોર’ લઈને આવશે. તેમાં બે જાણીતા અભિનેતાઓ રોલ કરશે. સ્વીટ્ઝર્લેન્ડના દાઓસમાં ચાલી રહેલ  ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ દરમિયાન આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું અને સાથે ફિલ્મ બનાવવા પાછળનું કારણ પણ શેર કર્યું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે તે ક્યારે ફિલ્મ બનાવશે?

Image result for karan johar

આપને જણાવી દઈએ કે દાઓસમાં ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ દરમિયાન, કરણ જોહર તેના ઘણા સેશનમાં સામેલ થયા હતા. આમાંથી એક સેશન LGBTQના સમુદાય પર યોજાયો હતો. આ સેશન કરણ જોહરને એટલું પસંદ આવ્યું કે તેમણે ગે પર લવ સ્ટોરી બનાવાનો પ્લાન બનાવી લીધો. આ પછી કરણે એક ઇન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે તેનો પણ ઉલ્લેખ કર્યો.

Image result for karan johar

તેમણે કહ્યું કે LGBTQસમુદાયના સેશનથી તેઓ ઘણા પ્રભાવિત થયા છે અને હવે તેઓ બે મોટા કલાકારોને લઈને ‘ગે લવ સ્ટોરી’બનાવશે. જોકે હાલ તેઓ કલાકારોના નામ શેર કર્યા નથી. કરણ જોહરે એ જરૂર કહ્યું કે ફિલ્મનું નિમાર્ણ ક્યારે શરુ કરશે. તેઓએ કહ્યું કે ફિલ્મ ‘તખ્ત’ પછી આ ફિલ્મનું નિર્માણ પર કામ શરુ કરશે.

Image result for karan johar

આપને જણાવી દઈએ કે ‘તખ્ત’ એક મલ્ટીસ્ટાર ફિલ્મ છે. જેમાં જહાનવી કપૂર, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, રણવીર સિંહ,ભૂમિ પેડનેકર,વિકી કૌશલ જોવા મળશે.