Not Set/ કોરોનામાં વિદ્યાર્થીઓ પાસેથી એક સાથે પુરેપુરી ફી ન વસુલવા ટેક્નિકલ કોલેજોને આદેશ

અખિલ ભારત ટેક્નિકલ શિક્ષણ પરિષદે વિદ્યાર્થીઓ પાસેથી એક સાથે પુરી ફી ન વસુલવા અને ફેકલ્ટી-સ્ટાફના પગારમાં પણ કાપ નહીં મૂકવા તેમજ વાજબી કારણ વિના તેમને છૂટા ન કરવા ટેક્નિકલ કોલેજોને આદેશ કર્યો છે. ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેરમાં આખા વિશ્વ કરતા સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. રોજ બરોજના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં […]

India
Untitled 75 કોરોનામાં વિદ્યાર્થીઓ પાસેથી એક સાથે પુરેપુરી ફી ન વસુલવા ટેક્નિકલ કોલેજોને આદેશ

અખિલ ભારત ટેક્નિકલ શિક્ષણ પરિષદે વિદ્યાર્થીઓ પાસેથી એક સાથે પુરી ફી ન વસુલવા અને ફેકલ્ટી-સ્ટાફના પગારમાં પણ કાપ નહીં મૂકવા તેમજ વાજબી કારણ વિના તેમને છૂટા ન કરવા ટેક્નિકલ કોલેજોને આદેશ કર્યો છે.

ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેરમાં આખા વિશ્વ કરતા સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. રોજ બરોજના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં રાષ્ટ્રીય ઇમરજન્સી જેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશને દેશની ટેક્નિકલ કોલેજો માટે ગાઇડલાઇન જારી કરી છે.

ગાઇડલાઇન  મુજબ ટેક્નિકલ કોલેજો વિદ્યાર્થીઓ પાસે પુરેપુરી ફી વસુલવા દબાણ નહીં કરવા જણાવ્યું છે. સાથે કહેવાયું છ કે 3થી 4 સપ્તાહમાં ફી લેવામાં આવે. એટલું જ નહીં કોલેજોને ફી સહિતની તમામ વિગત અને સુચનાઓ સમયસર વેબસાઇટ પર મૂકવા આદેશ કર્યો છે.

ઉપરાંત AICTEએ તમામ ટેકનિકલ કોલેજોને જણાવ્યું છે કે અધ્યાપકો-સ્ટાફને કોઈ પણ વ્યાજબી કારણ વગર છુટા કરવામા ન આવે તેમજ ફેકલ્ટી-સ્ટાફનો પગાર પણ દર મહિને સમયસર કરવામા આવે. જો કોઈ કોલેજ દ્વારા આવુ કરવામા આવ્યુ હોય તો ત્વરિતપણે ફેકલ્ટીને પાછા બોલાવવામા આવે અને સેલેરી પુરી ચૂકવી દેવામા આવે.