Not Set/ ૨૦૧૬માં આત્મહત્યા કરનારી દરેક ત્રીજી મહિલા છે ભારતીય, વાંચો આ ચોકાવનારા આંકડા

નવી દિલ્હી, દેશભરમાં માનસિક તનાવ અને કેટલીક સામાજિક પરિસ્થિતિઓનો ભોગ બની રહેલી મહિલાઓને અંગે કે ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા એક ગ્લોબલ સર્વેમાં દેશની મહિલાઓ અંગે આ આંકડાઓ સામે આવ્યા છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે, ૨૦૧૬માં દુનિયાભરમાં જેટલી મહિલાઓએ આત્મહત્યા કરી છે, જેમાં પ્રતિ ત્રીજી મહિલા એક ભારતીય છે. […]

India Trending
2 ૨૦૧૬માં આત્મહત્યા કરનારી દરેક ત્રીજી મહિલા છે ભારતીય, વાંચો આ ચોકાવનારા આંકડા

નવી દિલ્હી,

દેશભરમાં માનસિક તનાવ અને કેટલીક સામાજિક પરિસ્થિતિઓનો ભોગ બની રહેલી મહિલાઓને અંગે કે ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા એક ગ્લોબલ સર્વેમાં દેશની મહિલાઓ અંગે આ આંકડાઓ સામે આવ્યા છે.

આ સર્વેમાં સામે આવ્યું છે કે, ૨૦૧૬માં દુનિયાભરમાં જેટલી મહિલાઓએ આત્મહત્યા કરી છે, જેમાં પ્રતિ ત્રીજી મહિલા એક ભારતીય છે.

women suicide ૨૦૧૬માં આત્મહત્યા કરનારી દરેક ત્રીજી મહિલા છે ભારતીય, વાંચો આ ચોકાવનારા આંકડા
national-every-third-indian-woman-committed-suicide-year 2016-recent-statics

લૈસંટ પબ્લિક હેલ્થ જનરલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવ્યા અનુસાર, ૨૦૧૬માં આત્મહત્યા કરવાવાળી મહિલાઓમાં ૩૭ % ભારતીય છે, જયારે પુરુષોમાં આ આંકડો ૨૪.૩ ટકા છે.

માનસિક તનાવ હોઈ શકે છે મુખ્ય કારણ

સર્વેમાં જણાવ્યા અનુસાર, “નાની ઉંમરમાં લગ્ન કરાવવા કે અરેંજ મેરેજ, નાની ઉંમરમાં જ મા બનવું, ડોમેસ્ટિક હિંસા તેમજ સામાજિક સ્થિતિ જેવી હેરાનગતિના કારણે કેટલીક મહિલાઓ ખુબ તણાવમાં રહેતીહોય છે.

આ ઉપરાંત તારણમાં સામે આવ્યું છે કે, આર્થિક રૂપથી આત્મનિર્ભર ન હોવાના કારણે મહિલાઓમાં અસુરક્ષાનો ભાવ હોઈ શકે છે. આ તમામ કારણોના લીધે મહિલાઓમાં આત્મહત્યાનો આકંડો ખુબ વધ્યો છે.

છેલ્લા ૨૬ વર્ષમાં આત્મહત્યામાં થયો ૪૦ ટકા સુધીનો વધારો

7828 suicide ૨૦૧૬માં આત્મહત્યા કરનારી દરેક ત્રીજી મહિલા છે ભારતીય, વાંચો આ ચોકાવનારા આંકડા
national-every-third-indian-woman-committed-suicide-year 2016-recent-statics

ગ્લોબલ સર્વેની સ્ટડી મુજબ, “૧૯૯૦થી ૨૦૧૬ વચ્ચે આત્મહત્યાના આંકડાઓમાં ૪૦ ટકા સુધીનો વૃદ્ધિ આવી છે. ૨૦૧૬માં ભારતમાં સંભવિત રીતે ૨,૩૦,૩૧૪ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશના કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં આત્મહત્યા સૌથી વધુ છે.

પ્રતિ ૧ લાખ મહિલાઓમાં ૧૫ સ્ત્રીઓ કરે છે આત્મહત્યા

આ સ્ટડી મુજબ, “ભારતમાં પ્રતિ ૧ લાખ મહિલાઓમાં ૧૫ મહિલાઓ આત્મહત્યા કરીને પોતાની જિંદગી ટુકાવે છે. વર્ષ ૧૯૯૦ની તુલનામાં ૨૦૧૬માં આ આંકડો બે ગણાથી (૨,૩૦,૩૧૪ ) પણ વધુ થયો છે. આ પહેલા ૧૯૯૦માં દેશમાં આત્મહત્યાનો આંકડો પ્રતિ ૧ લાખ મહિલાઓ પર ૭ હતો.