Not Set/ પુના: ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં મુવી સ્ક્રીનીંગમાં પોલિસ બોલાવવી પડી,જાણો કેમ

પુના  ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા એટલે કે એફટીઆઇઆઇના સ્ટુડન્ટ એસોસિએશન અને તેના વહીવટી તંત્ર વચ્ચેનો ફરી વિવાદ સામે આવ્યો છે. સ્ટુડન્ટ એસોસિએશને તાજેતરમાં ફિલ્મ ‘હોરા’ની સ્ક્રિનિંગ રાખી હતી. જો કે સ્ટુડન્ટ્સે હોરાનો વિરોધ કર્યો હતો. સ્ક્રિનિંગ હોલની બહાર પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતું વિદ્યાર્થીઓએ સ્ક્રિનિંગ દરમિયાન થિયેટરની બહાર સ્પેશિયલ બ્રાંચના પોલીસ ઓફિસર્સની હાજરી […]

Uncategorized
098 પુના: ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં મુવી સ્ક્રીનીંગમાં પોલિસ બોલાવવી પડી,જાણો કેમ

પુના 

ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા એટલે કે એફટીઆઇઆઇના સ્ટુડન્ટ એસોસિએશન અને તેના વહીવટી તંત્ર વચ્ચેનો ફરી વિવાદ સામે આવ્યો છે. સ્ટુડન્ટ એસોસિએશને તાજેતરમાં ફિલ્મ ‘હોરા’ની સ્ક્રિનિંગ રાખી હતી. જો કે સ્ટુડન્ટ્સે હોરાનો વિરોધ કર્યો હતો. સ્ક્રિનિંગ હોલની બહાર પોલીસ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતું વિદ્યાર્થીઓએ સ્ક્રિનિંગ દરમિયાન થિયેટરની બહાર સ્પેશિયલ બ્રાંચના પોલીસ ઓફિસર્સની હાજરી પર વાંધો વ્યક્ત કર્યો હતો. 

જણાવી દઈએ કે ‘હોરા’ને હરીશંકર નચિમુથુએ બનાવી છે. આ ફિલ્મની સ્ટોરી વિવાદિત ‘કબીર કલા મંચ’ના વિશે છે.

કોણ છે હરીશંકર નચિમુથુ

હરીશંકર નચિમુથુ FTII વિદ્યાથી એસોસિએશનના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમણે 2015માં ગજેન્દ્ર ચૌહાણને FTII ચેરમેન બનાવવા સામે વિરોધ પ્રદશન કર્યું હતું. આ અભિયાનમાં તેમણે સંસ્થાના વિદ્યાર્થીઓનું નેતૃત્વ કર્યું હતું.

શું છે કબીર કલા મંચ? 

કબીર કલા મંચ એક સંસ્કૃતિક સંસ્થા છે. જેનું નિર્માણ પુણેમાં થયું હતું. 2002ના ગુજરાત તોફાનો પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ મળીને આ મંચ બનાવ્યું હતું. આ સંસ્થાનું ઉદ્દેશ્ય સંગીત-કવિતાના માધ્યમથી એન્ટી-કાસ્ટ અને પ્રો-ડેમોક્રેસી મેસેજને આગળ વધારવાનું છે. આ સંસ્થા પર ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા છે.

શું છે વિદ્યાથીઓનો નવો આરોપ?

FTII સ્ટુડન્ટે મીડિયાને મોકલેલ લેટરમાં આરોપ લગાવ્યો છે કે ઇન્સ્ટીટ્યુટ આ ફિલ્મની પહેલા પણ સ્ક્રિનિંગ રોકી છે. પોલીસને સંસ્થાના અંદર અને મુખ્ય થિયેટરમાં આવવા દીધી હતી. વિદ્યાથીઓએ દાવો કર્યું છે કે તેમને ઇન્સ્ટીટ્યુટ  તરફથી મેસેજ મળ્યો હતો કે તેમની ફિલ્મને પોલીસ ઓફિસર્સ જોશે. તેમને ડર છે કે આવનારા સમયમાં સંસ્થા તેમની ફિલ્મો સ્ક્રિપ્ટ સાથે છેડછાડ કરી શકે છે.

FTII શું કહ્યું?

થિયેટરની અંદર અને કેમ્પસમાં પોલીસના હોવા પર FTII ડાયરેક્ટરે પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે વિદ્યાર્થીઓની ફિલ્મની સ્ક્રિનિંગના દરમિયાન પોલીસની હાજરીને મને માહિતી નહોતી. પરંતુ વિદ્યાર્થી  અને સંસ્થાની સુરક્ષાને ધ્યાન રાખી રાજ્ય અને કેન્દ્રીય કાનૂન પ્રવર્તન એજેન્સીઓની એન્ટ્રી રોકી નહીં શકાય.

આ પહેલા સ્ક્રિનિંગ રોકવા પરના આરોપ પર FTII એડમિનિસ્ટ્રેશને કહ્યું કે ‘ સ્ક્રિનિંગ પર એટલા માટે રોક લગાવી હતી કેમકે ફિલ્મ જોવા માટે બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ દાવાને ખારીજ કરતા સ્ટુડન્ટ્સનું કહેવું છે કે તેમને ક્યારે પણ આઉટસાઈડર્સને ઇન્વાઇટ કર્યા જ નથી.