Not Set/ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે આ વ્યક્તિની કરાઈ નિમણુંક

રાજ્યમાં નેશનલ  ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ફોરેન્સિક ક્ષેત્રે કાર્યરત છે, ત્યારે આ યુનિવર્સીટીને હાલમાં જ રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આ યુનિવર્સીટીના સૌ પ્રથમ વાઇસ ચાન્સેલરની નિમણુક કરવામાં આવી છે. હવે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર તરીકે ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. વ્યાસે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની શુભેચ્છા મુલાકાત લીધી […]

Uncategorized
3926bb5878ee8388b018f80a8c5c74e5 3 નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે આ વ્યક્તિની કરાઈ નિમણુંક

રાજ્યમાં નેશનલ  ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ફોરેન્સિક ક્ષેત્રે કાર્યરત છે, ત્યારે આ યુનિવર્સીટીને હાલમાં જ રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આ યુનિવર્સીટીના સૌ પ્રથમ વાઇસ ચાન્સેલરની નિમણુક કરવામાં આવી છે.

હવે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર તરીકે ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. વ્યાસે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને કેન્દ્રીય દરજ્જાની આ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

અ અંગે રાજ્ય સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યસ્તરની આ યુનિવર્સિટીએ દેશવિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સૌ પ્રથમ કુલપતિ તરીકે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા અને ત્વરિત ન્યાય મળે તે માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે, ત્યારે આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્ત્વની પૂરવાર થશે. આજના ડિજિટલ યુગના સમયગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા રાજ્યમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રીસર્ચ અને ટ્રેનીંગનું છે જેને કેન્દ્રીય વિઝનરી ગૃહ મંત્રી અમિત શાહ વિશેષ ભાર આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ