Not Set/ અટલ –અડવાણીના રાજકીય યુગનો અંત, મોદી – શાહ યુગના રાજકીયનો આરંભ

આજે ભાજપનો 39 મો સ્થાપનાદિન — ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી — અટલ – અડવાણી યુગનો અંત , મોદી – શાહ યુગનો આરંભ — ત્યાગ-સેવા અને બલિદાન થી સૌનો સાથ –સૌનો વિકાસનો સંદેશ — વિશ્વની સૌથી મોટા રાજકીયપક્ષ તરીકે ઉભરી આવ્યો દેશમાં મુખ્યરાજકીય પક્ષ તરીકે માન્યતા ધરાવતાં ભારતીય જનતા પક્ષ ( ભાજપ)ની રચના 6-એપ્રિલ-1980ના શુભ દિવસે કરવામાં આવી હતી. આજે 6 એપ્રિલ – […]

Top Stories India
atal bihari vajpayee narendra modi lk advani amit shah અટલ –અડવાણીના રાજકીય યુગનો અંત, મોદી – શાહ યુગના રાજકીયનો આરંભ

આજે ભાજપનો 39 મો સ્થાપનાદિન

— ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી

— અટલ – અડવાણી યુગનો અંત , મોદી – શાહ યુગનો આરંભ

— ત્યાગ-સેવા અને બલિદાન થી સૌનો સાથ –સૌનો વિકાસનો સંદેશ

— વિશ્વની સૌથી મોટા રાજકીયપક્ષ તરીકે ઉભરી આવ્યો

દેશમાં મુખ્યરાજકીય પક્ષ તરીકે માન્યતા ધરાવતાં ભારતીય જનતા પક્ષ ( ભાજપ)ની રચના 6-એપ્રિલ-1980ના શુભ દિવસે કરવામાં આવી હતી. આજે 6 એપ્રિલ – 2019ના સુપ્રભાતે ભાજપના 39 મા સ્થાપનાદિનની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે..અને આજે આ જ ભાજપ વિશ્વમાં સૌથી મોટા રાજકીયપક્ષ તરીકે ઉભરી આવ્યો છે.

ભારતમાં રાજકીય દ્રષ્ટિએ ભારતીય જનસંઘમાંથી અલગ થઇને 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પક્ષની રચના કરવામાં આવી..ત્યારે પક્ષના પાયામાં બે મહાનુભાવો અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકા મહત્વની રહી. ત્યાગ-સેવા અને બલિદાનના સંદેશ સાથે પરિવારને પણ બાજુએ મૂકી પક્ષ માટે યોગદાન આપી ભારતીય જનતા પાર્ટીના બીજમાંથી વૃક્ષ ઉછેરવાના પ્રયાસ થયા અને આજે તો વૃક્ષમાંથી ભાજપ વટવૃક્ષ બની ગયો છે.

વાત કરીએ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષણ અડવાણીની તો રાજકીય સ્વાર્થ વિના સેવાના માધ્યમથી પક્ષને આગળ લાવવામાં આજીવન પ્રવૃત્ત રહેવામાં યોગદાન આપ્યું..અને એક તબક્કે લોકસભાની ચૂંટણીમાં 2 બેઠકમેળવવામાં સફળતા હાંસલ કરી. આજે 2 બેઠક થી શરૂ કરીને લોકસભામાં 200 (બસો ) બેઠકો સુધીની મંઝીલ લઇ જવામાં અટલ – અડવાણીની જોડીનું યોગદાન ભૂલી શકાય એમ નથી. આજે અટલજી આ દુનિયામાં નથી. પરંતુ તેમના આદર્શ જીવંત છે..જ્યારે અડવાણીએ રાજકીય રીતે નિવૃત્તિ લીધી છે પરંતુ ભાજપને આગળ લાવવામાં તેમના તન-મન-ધનના યોગદાનને ભૂલી શકાય એમ નથી. તેમના સમયમાં નરેન્દ્ર નામના રતને તેમની સાથે રહી કાર્યકર તરીકે સ્થાન મેળવી.

રાજકીય યાત્રા આગળ વધારી અને આજે આ જ નરેન્દ્રને માત્ર ગુજરાત નહીં , ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વ વડાપ્રધાન તરીકે નવાજે છે. નરેન્દ્ર મોદીને સાથ આપવામાં સંગઠનના પાયાના કાર્યકરની ભૂમિકામાં રહેલાં ચાણક્ય બુદ્ધિ ધરાવતાં અમિત શાહ સતત સાથે રહ્યાં અને માટે જ આજે મોદી-શાહની જોડી . કોઇ શકે ના તોડી. જેમ આગળ વધી ભારતને વિશ્વના નક્શામાં મૂકવા સુધીની જહેમત ઉઠાવી રહ્યાં છે.

વાત કરીએ, રાજકીય દ્રષ્ટિએ તો ધારાસભ્ય તરીકે પ્રથમ વાર જ ચૂંટાઇને મુખ્યપ્રધાન અને લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઇને સીધા વડ઼ાપ્રધાન બનનારા જો કોઇ એક માત્ર વ્યક્તિ હોય તો..તે નરેન્દ્ર મોદી છે…જ્યારે સંગઠનને આગળ ધપાવી સૌનો સાથ – સૌનો વિકાસની થીમને સાર્થક કરનારા અમિત શાહનું યોગદાન મહત્વનું રહ્યું છે…ત્યારે આ જ થીમ સાથે હવે આ બંન્ને રાજકીય મહાનુભાવ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતની ધરા પરથી દિલ્હી દરબાર સુધી પહોંચ્યાં છે…અને ભારતને વિશ્વના નક્શામાં મૂકવા વિશ્વગુરૂ બનાવવાની તેઓની નેમ છે.

મોદી – શાહની જોડીએ કાર્યકર્તાઓના સહકારથી નેમને સાર્થક કરવાની દિશામાં પહેલ કરી છે.  પરિણામે વર્ષ-2014નું ગુજરાતમાં પુનરાવર્તન કરવા કમર કસી છે. તો દેશમાં પણ ભાજપનો ભગવો લહેરાવવા ભારે કવાયત હાથ ધરીને મહાગઠબંધનને પરાસ્ત કરવામાં લાગી ગયા છે. ગુજરાતમાં 26-0 નું પુનરાવર્તન કરવા અને કાર્યકરોમાં પ્રાણ પૂરવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતે જ લોકસભાના ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક પરથી ઝૂકાવ્યું છે અને આ બેઠક પર સતત છ ટર્મથી વિક્રમસર્જક રીતે જીતતાં રહેલાં લાલકૃષ્ણ અડવાણીના અનુગામી પણ તેઓ બન્યાં છે.

જ્યારે અટલજી આપણી વચ્ચે નથી. છતાં તેઓના આદર્શને જીવનમાં ઉતારીને અટલ-અડવાણીના યુગને હવે મોદી-શાહ યુગ દેશને આગળ વધારી રહ્યો છે અને સમગ્ર ભારતનું નામ વિશ્વના નક્શામાં ચમકાવવા વિશ્વગુરૂ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.. આજે ભાજપના સ્થાપનાદિને ભારત વિશ્વગુરૂ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં દેશની પ્રજા પણ સહકાર આપી વર્ષ-2014માં અબ કી બાર,મોદી સરકાર પછી વર્ષ,-2019માં અપાયેલાં “ફિર એક બાર, મોદી સરકાર”ને સાર્થક કરશે….કે કેમ…એ 23-મે-ના લોકસભાના પરિણામ બતાવશે.