Not Set/ જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનું થયું નિધન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડની ઘણી ફિલ્મો, ટીવી શોઝ અને વેબ સિરીઝનો ભાગ રહી ચુકેલા અભિનેતા બિક્રમજીત કંવરપાલનું નિધન થયું છે. બિક્રમજીતને કોરોનાવા યરસથી ચેપ લાગ્યો હતો. 

Top Stories Entertainment
A 7 જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનું થયું નિધન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડની ઘણી ફિલ્મો, ટીવી શોઝ અને વેબ સિરીઝનો ભાગ રહી ચુકેલા અભિનેતા બિક્રમજીત કંવરપાલનું નિધન થયું છે. બિક્રમજીતને કોરોનાવા યરસથી ચેપ લાગ્યો હતો. 52 વર્ષની ઉંમરે શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બિક્રમજીતનાં મોતથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તે જ સમયે, ફિલ્મ અને ટીવી જગતના કલાકારો તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે બિક્રમજીત ફિલ્મોમાં ભાગ્ય અજમાવતા પહેલા આર્મી ઓફિસર હતા. તેઓ મેજર બિક્રમજીત કંવરપાલ તરીકે જાણીતા હતા.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે, બિક્રમજીતનાં મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે- “સવારે કોવિડથી મેજર બિક્રમજીતનાં મોતનાં સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થાય છે. નિવૃત્ત સૈન્ય અધિકારી કંવરપાલે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના. “

ફિલ્મ હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી

પ્રખ્યાત અભિનેતા તુષાર કપૂરે પણ બિક્રમજીતને શ્રદ્ધાંજલિ આપી છે. તેના ટ્વિટર હેન્ડલ પર બિક્રમજીતનો ફોટો શેર કરતા તુષારે લખ્યું છે – તમારા આત્માને શાંતિ મળે મેજર બિક્રમજીત.

 જણાવી દઈએ કે બિક્રમજીતે વર્ષ 2003 માં ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયા પછી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પેજ 3, રિઝર્વેશન, મર્ડર 2, 2 સ્ટેટ્સ અને ધ ગાઝી એટેક જેવી ફિલ્મોમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મો ઉપરાંત તે ઘણી હિટ ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં પણ જોવા મળ્યા હતા.

Untitled 47 જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનું થયું નિધન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ