Not Set/ ગુજરાત/ CAAના  વિરોધમાં બંઘના એલાનને મિશ્ર પ્રતિસાદ

છેલ્લા કેટલાય દિવસથી નાગરિકતા સુધારણા બીલ ને લઈને દેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યોછે. પૂર્વોત્તર ભારતમાં શરુ થયેલ વિવાદનું વંટોળ હવે ભારતના ઘણા શહેરોમાં થઈને ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. ગુજરાતમાં પણ નાગરિકતા સુધારણા બીલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદ શહેરમાં બંઘનું એલાન આપવામાં આવ્યું છે.  બંધના પગલે શહેરના જમાલપુર […]

Top Stories Gujarat Others
CAA 1 ગુજરાત/ CAAના  વિરોધમાં બંઘના એલાનને મિશ્ર પ્રતિસાદ

છેલ્લા કેટલાય દિવસથી નાગરિકતા સુધારણા બીલ ને લઈને દેશમાં ભારે હોબાળો જોવા મળી રહ્યોછે. પૂર્વોત્તર ભારતમાં શરુ થયેલ વિવાદનું વંટોળ હવે ભારતના ઘણા શહેરોમાં થઈને ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે. ગુજરાતમાં પણ નાગરિકતા સુધારણા બીલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદ શહેરમાં બંઘનું એલાન આપવામાં આવ્યું છે.  બંધના પગલે શહેરના જમાલપુર વિસ્તારમાં દુકાનો સંપૂર્ણપણે બંધ જોવા મળી હતી.  બંધના એલાનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.  બંધના પગલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટ પોલીસતંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અમદાવાદ શહેરમાં બંઘનું એલાન આપવામાં આવ્યું છે.  બંધના પગલે શહેરના લાલદરવાજા તેમજ સી.યુ.શાહ કોલેજ સંપૂણપણે બંધ રાખવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓએ મૌન પાળી બીલનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતા વિધાર્થીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના પગલે અમદાવાદમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઈને શહેરના લાલ દરવાજા ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા છ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડ્યા હતા.

સાબરકાંઠા

હિંમતનગરના પાણપુર ચાર રસ્તા વિસ્તારમાં CAB અને NRCના વિરોધમાં બજાર સંપૂર્ણ બંધ રહ્યા હતા. CAB અને NRCનો વિરોધમાં બજાર બંધ કરાવનાર સાત જણાને હિંમતનગર રૂરલ પોલીસે ડિટેન કર્યા હતા. હિંમતનગર-મહેસાણા ચાર માર્ગીય રોડ પર આવેલ પાણપુર ચાર રસ્તે રોડ સાઈડના બજારો બંધ રહ્યાં હતા. વિરોધને લઈને સવારથી હિંમતનગર સહિત જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ અને પોઇન્ટ મુકાયા હતા.

અરવલ્લી

અરવલ્લીમાં નાગરિકતા બિલનો કોંગ્રેસ દ્વારા વિરોધ  કરવામાં આવ્યો હતો. મોડાસા કલેકટર કચેરી ખાતે કોંગી કાર્યકરો દ્વારા વિરોધ અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા. નાગરિકતા બિલ મામલે કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. CAB અને NRC ના ઉગ્ર વિરોધ સાથે રજુઆત કરવામાં આવી હતી.

ગોધરા

દેશભરમાં નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગોધરામાં પણ મુસ્લીમ સમાજ દ્વારા નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરવામાં આવ્યુ હતું. સીટીઝન એમેડમેન્ટ એક્ટના વિરોધમાં ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા ગોધરા બંધનું એલાન કરવામાં આવ્યુ  હતું. પ્રદર્શનકારીઓએ ગોધરાના પોલન બઝાર, ગોન્દ્રા વિસ્તારમાં આવેલ દુકાનો બહાર નાગરિકતા કાયદાનો  વિરોધ કરતા પોસ્ટર લગાવી ઉગ્ર પ્રદર્શન કર્યા હતા. જેના કારણે ગોધરાના મુસ્લીમ બજારો સહિત અનેક રસ્તાઓ અને માર્કેટ બંધ કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા.

વડોદરા

નાગરિક શોષધન બિલ ના વિરોધ માં જે પ્રકારે સોસિયલ મીડિયા પર ગુજરાત બંધ રાખવાનો મેસેજ વાયરલ થયો હતો.  તેને પગલે વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ખાસ અતિસંવેદનશીલ એવા માંડવી, પાણીગેટ, ફતેપુરા,યાકુતપુરા સહિત ના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  અને ઘોડેસવાર પોલીસ પણ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ માં જોડાય ગઈ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.