Ahmedabad/ ફિલ્મી ઢબે કુખ્યાત ભૂમાફિયાઓએ 17 લોકોનું કર્યું અપહરણ

તમે ફિલ્મોમાં અપહરણની ઘટનાઓ જોઈ હશે. પરંતુ અમદાવાદમાં બનેલી આ ઘટના સામે ફિલ્મોની સ્ટોરી ફિક્કી પડી જાય તેવી છે. અમદાવાદ શહેરમાં ગુજરાત રાજ્યના ઈતિહાસમાં નોંધાયેલી…

Top Stories Ahmedabad Gujarat
Land Mafia Kidnapped Case

Land Mafia Kidnapped Case: તમે ફિલ્મોમાં અપહરણની ઘટનાઓ જોઈ હશે. પરંતુ અમદાવાદમાં બનેલી આ ઘટના સામે ફિલ્મોની સ્ટોરી ફિક્કી પડી જાય તેવી છે. અમદાવાદ શહેરમાં ગુજરાત રાજ્યના ઈતિહાસમાં નોંધાયેલી સૌથી મોટી અપહરણની ઘટનાઓ પૈકીની એક બની છે. 4-5 નહીં પરંતુ 17 લોકોનું એક સાથે અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણની ઘટનામાં સંડોવાયેલા આરોપી જનક ઠાકોર અને કુંદન ઠાકોર ઉર્ફે કુંજન ચૌહાણ નામચીન ભૂમાફિયા છે.

દલાલ જનક ઠાકોર અને કુંદન ઠાકોરે નરોડા હંસપુરામાં 6 વીઘા જમીનનો સોદો કર્યો હતો, જે ખેડાના મહિજ તાલુકાના ભુદરપુરા ગામના રહેવાસી દિલીપ ઠાકોર અને અન્યને વારસામાં મળી હતી. આ જમીન નરોડાના પી. માંડવા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ભાસ્કર જાદવાણીએ વેચી હતી. કંપનીએ જમીનના પૈસા જનક અને કુંદનને આપ્યા હતા, પરંતુ જમીન માલિક દિલીપ ઠાકોર અને અન્યને પૂરતા પૈસા ન મળતાં જમીન માલિકે સીધો જ ખરીદનારનો સંપર્ક કર્યો હતો. જમીન માફિયા જનક ઠાકોર અને કુંદન ઉર્ફે કુંજન ચૌહાણ અને 4-5 લોકોએ મળીને અપહરણનું કાવતરું ઘડ્યું હતું. તેઓ ગિરધરનગર પોસ્ટ ઓફિસ નજીકથી 17 લોકોને કારમાં બેસાડી 12 કિમી દૂર સિંગરવા ફાર્મમાં લઈ ગયા હતા. બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને ફાર્મ હાઉસમાં બપોરથી સાંજ સુધી રાખવામાં આવ્યા હતા.

દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને અપહરણની માહિતી મળતા શાહીબાગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની ગાડીઓ આવતાં જ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. જનક અરજણજી ઠાકોર અને કુંદન ઠાકોર ઉર્ફે કુંજન ચૌહાણ પૂર્વ અમદાવાદના મોટા ભૂ-માફિયા છે, જેમના નામ શાહીબાગ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરિયાદમાં છે. જમીન કૌભાંડ મામલે આ પૂર્વ મંત્રીના નજીકના લોકો સામે ફરિયાદો પણ થઈ છે અને કેટલાક કિસ્સામાં સમાધાન પણ થયું છે.

શાહીબાગ પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના એટલા માટે બની હતી કારણ કે જમીન દલાલી વગર વેચવામાં આવી હતી. જમીનના કાગળો પર સહી કરવા માટે ફરિયાદી અને તેના પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણમાં સંડોવાયેલ કૃણાલ ચૌહાણ મુખ્ય સૂત્રધાર કુંજનનો ભત્રીજો છે. જ્યારે વિષ્ણુ ઉર્ફે બબન જનક ઠાકોરનો ડ્રાઈવર છે. શાહીબાગ પોલીસે બંધકોને કોના ખેતરમાં રાખવામાં આવ્યા હતા અને તેનો માલિક કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Weather/ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 5 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત

આ પણ વાંચો: China/ ચીનમાં લોકો શા માટે તાવની દવાઓનો સ્ટોક કરી રહ્યા છે, કારણ છે આવું

આ પણ વાંચો: New Delhi/ દિલ્હીમાં દારૂની નીતિને લઈને કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, જૂની એક્સાઈઝ નીતિ ચાલુ રહેશે