Not Set/ પાસ કન્વીનરની કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ સાથે મુલાકાત

પાસ કન્વીનર લલિત વસોયા અને દિનેશ બાંભણીયાની કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ સાથે ફ્લાઇટમાં મુલાકાત થઇ હતી. એક જ ફ્લાઇટમાં વડોદરા આવી રહેલાં કોંગ્રેસ અને પાસનાં આ નેતાઓ વચ્ચે ઔપચારિક મુલાકાત થઇ હતી. પાસે કોંગ્રેસને આપેલું 24 કલાકનું અલ્ટીમેટમ રાત્રે પૂરું થઇ રહ્યું છે. તે પહેલાં મામલાનો ઉકેલ આવી જવાનો આશાવાદ પાસનાં નેતાઓએ વ્યક્ત કર્યો હતો. […]

Top Stories
kapil sibal pti પાસ કન્વીનરની કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ સાથે મુલાકાત

પાસ કન્વીનર લલિત વસોયા અને દિનેશ બાંભણીયાની કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ સાથે ફ્લાઇટમાં મુલાકાત થઇ હતી. એક જ ફ્લાઇટમાં વડોદરા આવી રહેલાં કોંગ્રેસ અને પાસનાં આ નેતાઓ વચ્ચે ઔપચારિક મુલાકાત થઇ હતી. પાસે કોંગ્રેસને આપેલું 24 કલાકનું અલ્ટીમેટમ રાત્રે પૂરું થઇ રહ્યું છે. તે પહેલાં મામલાનો ઉકેલ આવી જવાનો આશાવાદ પાસનાં નેતાઓએ વ્યક્ત કર્યો હતો. વડોદરા એરપોર્ટ પહોંચેલા કપિલ સિબ્બલે અનામતની ફોર્મ્યુલા અંગેનો ખુલાસો સાંજે 7 વાગ્યે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સમાં કરવાનું જણાવ્યું હતું. જ્યારે પાસ કન્વીનર લલિત વસોયાએ રાત્રે 11 વાગ્યા પહેલાં કોંગ્રેસ સાથેનાં મામલાનો ઉકેલ આવી જવાની શક્યતા વ્યક્ત કરી હતી