Not Set/ રાજ્યના 7 SPને DIG તરીકે બઢતી અપવામાં આવી..જાણો વિગત..

ગુજરાત રાજ્યના સાત આઇપીએસને પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમને એસપીમાંથી ડીઆઇજી તરીકે નિમણૂંક આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે જામનગરના એસપી ભદ્ધનને ડીઆઇજીનું પ્રમોશન અપાયું છે

Top Stories Gujarat
1 23 રાજ્યના 7 SPને DIG તરીકે બઢતી અપવામાં આવી..જાણો વિગત..

ગુજરાતમાં નવી સરકાર આવી છે ત્યારથી એકશન મોડમાં જોવા મળે છે. છેલ્લા 100 દિવસમાં ભૂપેન્દ્ર સરકારે અનેક વિભાગમાં બદલી અને પ્રમોશન આપીને બઢતી આપી છે.

હાલ સરકારે રાજ્યના IPSને બઢતી સાથે નવા હોદ્દા પર નિમણૂક કર્યા છે. 7 SPને DIG તરીકે બઢતી આપી છે. જામનગરના એસપી ભદ્રને ડીઆઇજી તરીકે નિમણૂક કર્યા છે. તેમને એટીએસના DIG તરીકે બઢતી આપી છે. ડીએત પરમારને પણ બઠતી આપી છે. આ ઉપરાંત SP  સૈૈારભ તોલંબિયાને CIDમા મૂકવામાં આવ્યા છે. મકરંદ ચૈહાણને DIG તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે રાઠોડની DIG ક્રાઇમ ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. આર.એમ.પાંડેને પણ DIG તરીકે મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના સાત આઇપીએસને પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમને એસપીમાંથી ડીઆઇજી તરીકે નિમણૂંક આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે જામનગરના એસપી ભદ્ધનને ડીઆઇજીનું પ્રમોશન અપાયું છે. જ્યારે એટીએસમાં ડીઆઇજી તરીકે ભદ્ધનની બદલી  ડીએચ પરમારને આપવામાં આવી છે.

જ્યારે એમએલ નિનામાને પણ એસપી તરીકે બઢતી મળી છે. સીઆઇડી ક્રાઇમ સૌરભ તોલંબિયાનું પ્રમોશન થયુ છે. મકરંદ ચૌહાણને ડીઆઇજી તરીકે નિમવામાં આવ્યા છે. ઉપરાંત પરીક્ષિતા ચૌહાણને બઢતી સાથે બદલી આપવામાં આવી છે. એટલું જ નહીં ગાંધીનગર ક્રાઇમ ખાતે રાઠોડની ડીઆઇજી તરીકે બદલી કરવામાં આવી છે. અને આર.એમ. પાંડેને પણ ડીઆઇજીનું પ્રમોશન મળ્યું છે.