Not Set/ મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, નાકમાંથી નિકળ્યું બ્લડ

સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમસિંહ યાદવની ગુરુવારે અચાનક જ તબિયત લથડી ગઇ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના નાકમાંથી અચાનક લોહી નિકળ્યા બાદ તેમને તુરંત જ લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓનાં હોસ્પિટલમાં પહોંચતા પહેલા ડૉકટરોને મુલાયમસિંહની તબિયતની જાણકારી આપવામાં આવી હતી. એસપી નેતાનાં હોસ્પિટલ પહોંચતાની સાથે જ તબીબોએ તેમને તાત્કાલિક દાખલ કર્યા […]

Top Stories India
Mulayam singh Yadav મુલાયમ સિંહ યાદવની તબિયત લથડી, નાકમાંથી નિકળ્યું બ્લડ

સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમસિંહ યાદવની ગુરુવારે અચાનક જ તબિયત લથડી ગઇ છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના નાકમાંથી અચાનક લોહી નિકળ્યા બાદ તેમને તુરંત જ લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેઓનાં હોસ્પિટલમાં પહોંચતા પહેલા ડૉકટરોને મુલાયમસિંહની તબિયતની જાણકારી આપવામાં આવી હતી. એસપી નેતાનાં હોસ્પિટલ પહોંચતાની સાથે જ તબીબોએ તેમને તાત્કાલિક દાખલ કર્યા હતા અને તેમની સારવાર શરૂ કરી હતી. આપઅને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે આવતા રહ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, મુલાયમ સિંહને સુગરની ફરિયાદ છે, તેમનુ શુગર લેવલ વધતાં તેમને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનાથી મુલાયમની તબિયતની સતત તપાસ કરવામાં આવી રહી છે, થોડા દિવસો પહેલા સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં રિફર કરાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જો ડૉક્ટરોને તેમના અહેવાલમાં ચિંતાજનક કંઈ જણાશે નહીં, તો ગુરુવારે તેમને રજા આપી દેવામાં આવશે. આ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં, એસપી સંરક્ષકની તબિયત અચાનક લથળી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.