Cricket/ કોઈ કામ અશક્ય નથી માત્ર એ પુર્ણ કરવા મજબુત મનોબળ જોઈએ, આવો મળીએ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર  દિવ્યાંગને…

ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન તો દિગેશ એ મેળવી લીધુ પરંતુ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો દિગેશ હાલ કોરોના મહામારી ના કારણે થયેલ લોકડાઉનના કારણે બેકાર બન્યો અને ઘરે જ છે.જેથી તેણે ક્રિકેટની પ્રેકટીસ કરવા માટે જે વ્હીલચેર ની જરૂર છે

Top Stories Gujarat Others
japan 2 કોઈ કામ અશક્ય નથી માત્ર એ પુર્ણ કરવા મજબુત મનોબળ જોઈએ, આવો મળીએ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર  દિવ્યાંગને...

@ઋષ્યંત શર્મા, નવસારી

ક્રિકેટ એક એવી રમત છે જે જોવી અને રમવી તમામ ને ગમે છે.પરંતુ કેટલાક લોકો ની આ ઈચ્છા અધુરી રહેતી હોય છે.આવુજ એક ઉદાહરણ ખેરગામ તાલુકાના નડગધરી ગામે જોવા મળ્યુ છે.જેમાં નાનપણ થી ક્રિકેટ રમવાની ઈચ્છા હોવા છતાં બંન્ને પગે દિવ્યાંગ હોવાથી ક્રિકેટ રમી શકતો ન હતો.પરંતુ યુવાનીમાં વ્હીલચેર ક્રિકેટ અંગે સમજણ મેળવી ક્રિકેટ ની પ્રેકટીસ કરી આજે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી પામી પોતાનુ સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યો છે.

japan 3 કોઈ કામ અશક્ય નથી માત્ર એ પુર્ણ કરવા મજબુત મનોબળ જોઈએ, આવો મળીએ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર  દિવ્યાંગને...

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાનકડા ગામ એવા નડગધરી ગામે રહેતો યુવાન દિગેશ પટેલ નાનપણ થી જ બંન્ને પગે દિવ્યાંગ છે. પરંતુ ક્રિકેટ પ્રત્યેની ઘેલછા આજે પણ બરકરાર છે. અને કહે છે ને મન હોય તો માળવે જવાય બસ આવું જ કાઈ આ યુવાન દિવ્યાંગ દીગેશ સાથે બન્યું છે.  જે મહોલ્લામાં શેરીમાં લોકોને ક્રિકેટ રમતા જોઈ તેની પણ નાનપણ થી જ ક્રિકેટ રમવાની તીવ્ર ઈચ્છા હતી.પરંતુ બંન્ને પગે દિવ્યાંગ અને ઉપરથી કાચા નળિયા વાળું ઘર એટલે સુખ અને સાહેબી કાયથી મળે. ક્રિકેટ તો માત્ર સ્વપ્ન જ બની ગયું હતું.

japan 4 કોઈ કામ અશક્ય નથી માત્ર એ પુર્ણ કરવા મજબુત મનોબળ જોઈએ, આવો મળીએ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર  દિવ્યાંગને...

પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સારી નાં હતી. પિતા પણ મજુરી કરતા હતા. ત્યાં ક્રિકેટ તો માત્ર સ્વપ્ન જ હતું. અને તેની ક્રિકેટ રમવાની આ ઈચ્છા પુરી કરવી તેના માટે અશક્ય હતુ.પરંતુ માતાની છત્રછાયા વચ્ચે ધીરે ધીરે યુવાન થયેલા દિગેશ એ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી ની શરૂઆત કરી અને ત્યાંથી નડીયાદ ખાતે આવેલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ જોવા ગયો જયાં વ્હીલચેર પર અન્ય દિવ્યાંગોને ક્રિકેટ રમતા જોઈ તેણે પણ તેની નાનપણ ની ઈચ્છા પુરી કરવાનુ સ્વપ્ન ફરી જીવંત કર્યુ અને એ સમયે તેની મુલાકાત વ્હીલચેર ક્રિકેટ ટીમના ગુજરાતના કેપ્ટન સાથે થઈ તેણે તેની ઈચ્છા રજુ કરી અને તેમણે તેને સુરત ખાતે બોલાવી આ અંગેની પ્રેકટીસ કરાવી ત્યારબાદ તેને સમજણ આપી જે બાદ સારૂ પ્રદર્શન કરતા દિગેશને ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળતા મળી.અને આગામી સમયમાં યોજાનાર ટુર્નામેન્ટની તૈયારીઓ પણ દિગેશએ શરૂ કરી દીધી છે.

japan 5 કોઈ કામ અશક્ય નથી માત્ર એ પુર્ણ કરવા મજબુત મનોબળ જોઈએ, આવો મળીએ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર  દિવ્યાંગને...

ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન તો દિગેશ એ મેળવી લીધુ પરંતુ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો દિગેશ હાલ કોરોના મહામારી ના કારણે થયેલ લોકડાઉનના કારણે બેકાર બન્યો અને ઘરે જ છે.જેથી તેણે ક્રિકેટની પ્રેકટીસ કરવા માટે જે વ્હીલચેર ની જરૂર છે તે પણ તે ખરીદી શકે તેવી તેની પરિસ્થિતિ ન હોવાથી ગામના અન્ય એક વ્યકિત જે પણ દિવ્યાંગ હોય જેની તુટેલી વ્હીલચેર લાવી તેના પર ઘરના નાના છોકરાઓ સાથે પ્રેકટીસ કરી રહ્યો છે.ત્યારે ગરીબ પરિસ્થતિમાં ઉછરેલ આ દિગેશ સરકાર પાસે એટલી માંગ કરી રહ્યો છે કે વ્હીલચેર ક્રિકેટના ખેલાડીઓ તરફ સરકાર ધ્યાન આપી તેમને પણ આર્થિક મદદ કરે તો આવા તમામ ખેલાડીઓના મનોબળ મક્કમ થાય અને તેઓ પણ આગળ આવી શકે તેમ છે.

દિગેશની ક્રિકેટ રમવાની લગન જોઈને તેના પરિવારના સભ્યો તેમજ તેના ગામના નાના બાળકો તેમજ યુવાનો પણ દિગેશને પ્રેકટીસ કરવામાં હંમેશા મદદ કરતા હોય છે. કોઈ પણ કામ અશક્ય હોતુ નથી માત્ર એ કામ પુર્ણ કરવા માટે મનોબળ મજબુત હોવુ જોઈએ એ વાત ને દિગેશ એ પુરવાર કરી છે.અને આજે તે વ્હીલચેર ક્રિકેટ ટીમમાં ગુજરાત માં સ્થાન મેળવ્યુ છે.જોકે આ તેની પ્રથમ મેચ છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…