કૃષિ આંદોલન/ ખેડૂતોનાં સમર્થનમાં જાણો નવજોત સિંહ સિદ્ધુએ શું કર્યુ ટ્વીટ

મોદી સરકારે સંસદનાં ચોમાસા સત્રમાં ત્રણ કૃષિ બિલ લાવ્યા હતા, જે ઘણા હંગામા પછી પસાર થયા હતા. જેને લઇને હવે પંજાબ અને હરિયાણાનાં ખેડૂતોએ નવા કાયદા સામે મોરચો ખોલ્યો છે. વળી તેઓ આ કાયદો પાછો ખેંચવાની માંગ પર અડી ગયા છે. કેન્દ્ર સરકારે ખેડૂત આગેવાનો સાથે પાંચ બેઠક યોજી હતી પરંતુ આ મુદ્દો હલ થયો […]

Top Stories India
corona 65 ખેડૂતોનાં સમર્થનમાં જાણો નવજોત સિંહ સિદ્ધુએ શું કર્યુ ટ્વીટ

મોદી સરકારે સંસદનાં ચોમાસા સત્રમાં ત્રણ કૃષિ બિલ લાવ્યા હતા, જે ઘણા હંગામા પછી પસાર થયા હતા. જેને લઇને હવે પંજાબ અને હરિયાણાનાં ખેડૂતોએ નવા કાયદા સામે મોરચો ખોલ્યો છે. વળી તેઓ આ કાયદો પાછો ખેંચવાની માંગ પર અડી ગયા છે. કેન્દ્ર સરકારે ખેડૂત આગેવાનો સાથે પાંચ બેઠક યોજી હતી પરંતુ આ મુદ્દો હલ થયો નથી. હવે પંજાબનાં કોંગ્રેસનાં ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

સિદ્ધુએ રવિવારે પોતાના ટ્વિટર પર એક મિનિટનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખેડૂત આંદોલન વિશે વાત કરી રહ્યા છે. વીડિયોની સાથે તેમણે લખ્યું કે, ભારતની જનતાનું બહુમતી ખેડૂતો તરફ છે. ખેડૂત આંદોલન વિવિધતામાં એકતાનું નિર્માણ કરી રહ્યું છે. આ અસંતોષની એક ચિંગારી છે, જેના કારણે આ જન આંદોલન માટે એક થવા માટે આખો રાષ્ટ્ર જાતિ, ધર્મ વગેરેથી ઉપર ઉંઠી થઈ રહ્યો છે. આજે આપણા ખેડૂતોની ગર્જના સમગ્ર વિશ્વમાં ગુંજી રહી છે. સિદ્ધુએ પોતાના સમગ્ર વીડિયો દરમિયાન શાયરી દ્વારા ખેડૂતોની પ્રશંસા કરી હતી.

પંજાબમાં સૌથી વધુ નવા કૃષિ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો છે. ત્યાની કોંગ્રેસ સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ખેડૂતોની સાથે ઉભી છે. જેના કારણે કાયદાને કોઈપણ કિંમતે રાજ્યમાં લાગુ થવા દેવામાં આવશે નહીં. તાજેતરમાં પંજાબનાં સીએમ કેપ્ટન અમરિંદર સિંહ ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. વળી ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી.

https://twitter.com/sherryontopp/status/1335475478228942849?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1335475478228942849%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Findia%2Fnavjot-singh-sidhu-tweet-farmers-protest-is-building-unity-in-diversity-592629.html

દિલ્હી પોલીસે બુરાડીનાં નિરંકારી મેદાનમાં ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ખેડૂતો રામલીલા મેદાન અને સંસદ નજીક વિરોધ પ્રદર્શન કરવા માંગે છે. ઇચ્છિત સ્થળ ન મળવાના કારણે ખેડૂતો દિલ્હી હરિયાણા બોર્ડર પર અટવાઈ ગયા છે. તેઓએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન પણ આપ્યું છે. ખેડૂત નેતાઓનાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર નવા કાયદાને પાછો ન ખેંચી લે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ રહેશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો