Not Set/ IMF ની ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથની PM મોદી સાથે દિલ્હીમાં મુલાકાત

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) નાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે સોમવારે રાજધાની દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા પીએમ મોદી અને ગીતા ગોપીનાથની બેઠકની તસવીરો ટ્વીટ કરવામાં આવી છે. ગીતાને ગયા વર્ષે આઇએમએફનાં સંશોધન વિભાગમાં આર્થિક સલાહકાર અને નિયામક તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ગીતા ગોપીનાથે શુક્રવારે કહ્યું કે, […]

Top Stories India
IMF Chief IMF ની ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથની PM મોદી સાથે દિલ્હીમાં મુલાકાત

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ) નાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે સોમવારે રાજધાની દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા પીએમ મોદી અને ગીતા ગોપીનાથની બેઠકની તસવીરો ટ્વીટ કરવામાં આવી છે. ગીતાને ગયા વર્ષે આઇએમએફનાં સંશોધન વિભાગમાં આર્થિક સલાહકાર અને નિયામક તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

ગીતા ગોપીનાથે શુક્રવારે કહ્યું કે, નિયમનકારી અનિશ્ચિતતાએ ભારતનાં અર્થતંત્રને ધીમું કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. ગીતાએ ફિક્કીનાં 92 માં વાર્ષિક સમારોહ દરમિયાન કહ્યું હતું કે ‘હું માનું છું કે મંદીમાં નિયમનકારી અનિશ્ચિતતાએ મોટી ભૂમિકા ભજવી છે. આ બીજી સમસ્યા છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. ભારત માટે મહત્વપૂર્ણ હશે કે સુધારાઓને અપનાવે પરંતુ એક નિશ્ચિત સ્પષ્ટતા અને નિશ્ચિતતા તેમા મોટી મદદ કરશે.

‘ગોપીનાથે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પર કહ્યું હતું કે, તે ભારતીય અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. ગીતાને ગયા વર્ષે આઇએમએફનાં સંશોધન વિભાગમાં આર્થિક સલાહકાર અને નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સંસ્થામાં આ વિભાગની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે.

આઈએમએફનો સંશોધન વિભાગ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓનો અભ્યાસ કરીને સભ્ય દેશો માટે જરૂરી નીતિઓને તૈયાર કરે છે. સાથે તે મુદ્દાઓ પર રિસર્ચને અંજામ આપે છે જે આઇએમએફ માટે મહત્વપૂર્ણ હોય છે. ઉપરાંત દુનિયાની અર્થવ્યવસ્થા આવતા અમુક વર્ષોમાં કેવી હશે તેના પર પણ અનુમાન લગાવવુ અથવા ભવિષ્યવાણી કરવી આઈએમએફનું જ કામ છે. આરબીઆઈનાં ગવર્નર રઘુરામ રાજન પછી ગીતા બીજા ભારતીય છે, જેમને આ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.