@નિકુંજ પટેલ
મુંબઈમાં બે ભાઈઓએ પોતાની સગીર પિતરાઈ બહેન સાથે દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. હાલમાં પિડીતા 23 અઠવાડીયાથી ગર્ભવતી છે. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પિડીતાનું નિવેદન નોંધ્યું છે.
સંબંધોમાં શરમજનક કહી શકાય એવી આ ઘટનામાં વિક્રોલીમાં એક સોસાયટીમાં 13 વર્ષની કિશોરી પર તેના પિતરાઈ ભાઈઓએ અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. જેને પગલે પિડીતા ગર્ભવતી થઈ હતી. આરોપીઓએ આ હરકત પહેલા પિડીતાને અશ્લિલ વિડીયો પણ બતાવ્યા હતા. પોલીસે આ સંદર્ભે 18 અને 13 વર્ષીય આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસના જણાવ્યા મુજબ પિતરાઈ ભાઈઓએ દુષ્કર્મ કરતા પહેલા પિડીતાને અશ્લિલ વિડીયો અને અશ્લિલ ફોટા બતાવ્યા હતા. વિક્રોલીમાં રહેતી આ કિશોરીના માતાપિતા નોકરી કરે છે. તેના બન્ને પિતરાઈ ભાઈઓ પણ વિક્રોલીમાં રહે છે. બન્ને પિડીતાના ઘરે આવતા જતા હતા. પિડીતાના માતાપિતાને કૌટુબિક સંબંધ હોવાથી કંઈ અજુગતુ લાગ્યું ન હતું. ભાઈ હોવાથી પિડીતાના માતાપિતા તેમની પર શંકા પણ કરતા ન હતા.
31 ડિસેમ્બરે કિશોરીની માતાએ જોયુ તો દિકરીનું પેટ સમાન્ય કરતા થોડુ મોટુ જણાયું હતું. આ અંગે દિકરીને પુછતા તેણે કંઈ કહ્યું ન હતું. આથી માતાએ તેને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું. બાદમાં હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે સગીરા 23 અઠવાડીયાનો ગર્ભ ધરાવે છે, એમ કહ્યું હતું.
પોલીસે પિડીતા અને તેના માતાપિતાના નિવેદન નોંધ્યા હતા. કિશોરીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે 18 વર્ષના પિતરાઈ ભાઈએ મે મહિનામાં તેની પર પહેલીવાર બળાત્કાર ગુજાર્યો હતો. 22 વર્ષના બીજા આરોપીએ ઓગ્સ્ટમાં તેની સાથે દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું હતું. સગીરાનું કહેવું છે કે દુષ્કર્મ કરતા પહેલા બન્ને તેને એશ્લિલ વિડીયો અને અશ્લિલ ફોટા બતાવતા હતા.
પોલીસનું કહેવું છે કે પિડીતાનો મેડિકલ રિપોર્ટ આરોપનામામાં પુરાવા તરીકે ઉપયોગમાં લેવાશે. પોલીસે બન્ને ભાઈઓ પર બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
