Not Set/ હવેથી જવાનોને એરલીફ્ટ કરીને લઇ જવાશે,ગૃહમંત્રાલયે કર્યો મોટો નિર્ણય

દિલ્હી, પુલવામામાં થયેલી આતંકી હુમલા પછી સાવચેત કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત બધા સુરક્ષાદળના જવાન જમ્મુથી શ્રીનગર રોડથી મુસાફરી કરશે નહીં. બધા જવાનોને હવે હવાઇ માર્ગથી મોકલવામાં આવશે. આ આદેશને ગુરુવારથી જ લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશ વિશે બુધવારે મોડી સાંજે જ સુરક્ષાદળના વડાઓને જાણ કરવામાં આવી છે. આ […]

Top Stories India

દિલ્હી,

પુલવામામાં થયેલી આતંકી હુમલા પછી સાવચેત કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત બધા સુરક્ષાદળના જવાન જમ્મુથી શ્રીનગર રોડથી મુસાફરી કરશે નહીં. બધા જવાનોને હવે હવાઇ માર્ગથી મોકલવામાં આવશે. આ આદેશને ગુરુવારથી જ લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશ વિશે બુધવારે મોડી સાંજે જ સુરક્ષાદળના વડાઓને જાણ કરવામાં આવી છે.

આ આદેશ અસમ રાયફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને એનએસજી સહિત તમામ જવાન પર લાગુ થશે. એટલે જે પણ જવાન પોતાની ફરજથી પાછો આવે અથવા તેની ટ્રાન્સફર થઇ  હોય અથવા તો ઘરેથી જઈ રહ્યો હોય, તે બધા જ જવાનોને જમ્મુ બેસ કેમ્પ અથવા નવી દિલ્હીથી શ્રીનગર હવાઇ માર્ગથી જ મોકલવામાં આવશે. એટલું જ નહીં જો કોઈ જવાન શ્રીનગરથી પાછો આવે તો પણ તેને હવાઈ સુવિધા મળશે.

પહેલા આ સુવિધા સિનિયર રેંકના અધિકારીઓને મળતી હતી, પરંતુ હવે બધા જવાન પર આ નિયમ લાગુ પડશે. ગુરુવારે ગૃહ મંત્રાલય તરફથી ટ્વિટ કરી આ નિર્ણયની માહિતી આપવામાં આવી.

ક્યાં જવાનોને મળશે લાભ?

દિલ્હીથી શ્રીનગર, શ્રીનગરથી દિલ્હી, જમ્મુથી શ્રીનગર, શ્રીનગરથી દિલ્હી રુટ પર આવન જાવન કરી રહેલાં બધા જવાનનોને મળશે લાભ.

લગભગ 7 લાખ 80 હજાર જવાનોને આ નિર્ણયથી સીધો લાભ મળશે

આમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એસિન્ટેન્ટ સબ ઇન્સપેક્ટરને પણ મળશે લાભ. છે

આપને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફનો એક મોટો કાફલો રોડના રસ્તા જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. આનો ફાયદો ઉઠાવતા જૈશ-એ-મોહમ્મદની આતંકી સીઆરપીએફના જવાનોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો.

આ કોન્વોયમાં 78 વાહનોમાં લગભગ 2500 જવાન જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, તે દરમિયાન જ્યારે કાફલો પુલવામા પહોંચ્યા ત્યારે  જૈશના આતંકી આદિલ અહમદ ડારે વિસ્ફોટકથી ભરેલી ગાડી જવાનોના કાફલામાં ઘુસાડી દીધી, જેના કારણે ધમાકો  થયો અને 40 જવાન શહીદ થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હુમલા બાદ તરત જ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે સૈન્યનો કાફલો કોઈ માર્ગે પસાર થશે, તો સામાન્ય લોકો ત્યાં કોઈ વાહન ચલાવશે નહીં.

સરકાર આ ઉપરાંત પણ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જમ્મુ કાશ્મીરમાં રહેતા અલગવાદી નેતાઓને મળી સુરક્ષા પાછી લેવામાં આવી હતી. ત્યાં સૈન્યના જવાનોના કાફિલેનાં રુટ અને નિયમો પણ ઘણા પ્રકારના ફેરફારો થયા છે.