Not Set/ ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, કારણ અકબંધ

અમદાવાદ, અમદાવાદના ચંડોળા તળાવ ખાતેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગવાથી 10થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. શાહઆલમમાં આવેલી મિલલતનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને માલસામાન બળીને ખાખ થઇ ગયા છે. ઘટના સ્થળે 10થી વધારે ફાયર ફાઇટરની ગાડીઓ પહોંચી ગઇ છે. સદનસીબે કોઇ જાનહાનીનાં સમાચાર […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદના ચંડોળા તળાવ ખાતેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગવાથી 10થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. શાહઆલમમાં આવેલી મિલલતનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને માલસામાન બળીને ખાખ થઇ ગયા છે.

ઘટના સ્થળે 10થી વધારે ફાયર ફાઇટરની ગાડીઓ પહોંચી ગઇ છે. સદનસીબે કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી.