@નિકુંજ પટેલ
Ahmedabad News: ગુજરાત સરકાર દ્વારા 261 જેટલા પીએસઆઈની બદલી કરવામાં આવી છે. આ બિન હથિયારધારી પીએસઆઈને રાજ્યના વિવિધ ઠેકાણે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
વર્ષ 2022-23 માં ભરતી પામેલા કુલ 261 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોને પાયાની તાલીમ પુરી કર્યા બાદ તેમને વિવિધ ઠેકાણે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
આ પોલીસ સબ ઈન્સપેક્ટરોને અમદાવાદ શહેર ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મહેસાણા, દાહોદ વગેરે જીલ્લાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે.
વડોદરા, આણંદ, મહેસાણા, ભરૂચ અને કચ્છ પુર્વમાં નવ નિયુક્ત પીએસઆઈને નિમણૂક આપવામાં આવી છે. તે સિવાય નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, ડાંગ અને ભાવનરગમાં પણ નવા પીએસઆઈને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ
આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’
આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી
