Nawazuddin Siddiqui: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક દિવસોથી પત્ની આલિયા સિદ્દીકી સાથેના વિવાદોને કારણે ચર્ચામાં છે. બંને વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આલિયાએ થોડા દિવસ પહેલા નવાઝુદ્દીન અને તેના પરિવાર પર ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો. હવે, સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ શેર કરતી વખતે, તેણે બતાવ્યું છે કે કેવી રીતે સ્ટાફના સભ્યો તેને ઘરે ટોર્ચર કરે છે.
જ્યારે આલિયા સિદ્દીકી તેના પુત્રને નવડાવવા જાય છે (Nawazuddin Siddiqui) ત્યારે એક સ્ટાફ મહિલા તેને રોકે છે. અને કહે છે કે તેને ઉપરના માળે જવાની મંજૂરી નથી. આ અંગે આલિયા કહે છે કે, ‘મારા ઘરમાં જ મને કેમ સૂચવવામાં આવે છે. જ્યાં સુધી મને બાળકો ન હતા ત્યાં સુધી મને જમવાનું પણ મળતું ન હતું, પરંતુ હવે જ્યારે મારા બાળકો અહીં છે, તેમને નવડાવવા પર પણ તેમના નિયંત્રણો છે. જો બાળક ગીઝરથી બળી જાય અને બીજું કંઈક થાય.
See this Instagram video by @aaliyanawazuddin: https://www.instagram.com/tv/CoKhTuIDBVr/?utm_source=ig_web_button_share_sheet
અહેવાલ મુજબ મુંબઈની અંધેરી કોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકીને તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર નોટિસ ફટકારી છે. જયારે અન્ય એક અહેવાલમાં અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે નવાઝુદ્દીનની માતા મેહરુનિસા સિદ્દીકીએ અભિનેતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે આલિયા નવાઝુદ્દીનની પત્ની નથી.
આ પહેલા આલિયાના વકીલે આરોપ લગાવ્યો હતો કે નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનો પરિવાર તેમના ક્લાયન્ટને જમનાનું, બેડ અને બાથરૂમની સુવિધા નથી આપતા. વકીલ રિઝવાન સિદ્દીકીએ એક નિવેદનમાં કહ્યું હતું કે નવાઝુદ્દીન અને તેના પરિવારે મારા અસીલ આલિયાને ઘરમાંથી બહાર કાઢવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હતા. તેણે આલિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.