Arjun Kapoor: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તેની માતા મોના સૂરીને તેની બર્થડે પર યાદ કર્યા. આ સાથે, અભિનેતાએ એક જૂનો હસ્તલિખિત પત્ર પોસ્ટ કર્યો છે. અર્જુન કપૂરે પત્ર અને તેના કેટલાક ફોટાનો કોલાજ બનાવ્યો છે, જેમાં તે તેની માતા સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે અર્જુન કપૂરે ખૂબ જ ઈમોશનલ કેપ્શન લખ્યું છે, જેને વાંચીને કોઈપણ ઈમોશનલ થઈ શકે છે.
અર્જુન કપૂરે (Arjun Kapoor) લખ્યું, ‘હવે ફોટા પુર્ણ થઇ રહ્યા છે મા, મારી પાસેના શબ્દો પણ ખતમ થઈ ગયા છે. ફરીથી કંઈક લખું છું જે મારામાં રહેલા બાળકને બહાર લાવે છે. કદાચ મારી ઉર્જા અને શક્તિ પણ ખતમ થઈ ગઈ હોય, પરંતુ આજે તારો જન્મદિવસ છે અને મારા માટે વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે.
તેણે આગળ કેપ્શનમાં લખ્યું, ‘હું તમને વચન આપું છું કે હું ક્યારેય હાર નહીં માનું, હું તમને વચન આપું છું કે મને નવી ઉર્જા અને શક્તિ મળશે. હું વચન આપું છું કે તમે જ્યાં પણ હોવ, હું તમને ગૌરવ અપાવીશ. લવ યુ. હું તમારા સ્મિત વિના ખાલી અનુભવું છું. મારા વિશ્વને જન્મદિવસની શુભેચ્છા.
ઉલ્લેખનીય છે કે મોના સૂરી નિર્માતા બોની કપૂરની પ્રથમ પત્ની અને અર્જુન કપૂરની માતા છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે વર્ષ 2012માં તેમનું અવસાન થયું હતું. તે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ક્યારેક અર્જુન કપૂર તેની બહેન અંશુલા કપૂર અને માતા મોના સૂરીની થ્રોબેક તસવીરો શેર કરતો રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં ‘ધ લેડી કિલર’માં જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનકર પણ લીડ રોલમાં જોવા મળશે.