Not Set/ યોગીના મુખ્ય સચિવ પર લાંચ લેવાનો આરોપ: ફરિયાદીની ધરપકડ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના ચીફ સેક્રેટરી શશી પ્રકાશ ગોયલ પર લાંચ લેવાના આરોપ લગાવવા વાળા અભિષેક ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં ગુરુવાર રાતે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફ્રોડનો કેસ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે લખનઉના રહેવાસી અભિષેક ગુપ્તાએ યુપી સીએમના ચીફ સેક્રેટરી એસ પી ગોયલ પર 25 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ […]

India Trending
Yoginath Aditya યોગીના મુખ્ય સચિવ પર લાંચ લેવાનો આરોપ: ફરિયાદીની ધરપકડ

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના ચીફ સેક્રેટરી શશી પ્રકાશ ગોયલ પર લાંચ લેવાના આરોપ લગાવવા વાળા અભિષેક ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં ગુરુવાર રાતે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફ્રોડનો કેસ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે લખનઉના રહેવાસી અભિષેક ગુપ્તાએ યુપી સીએમના ચીફ સેક્રેટરી એસ પી ગોયલ પર 25 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો. અભિષેકના પરિવારજનોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતા જાનનું જોખમ હોવાનું જણાવ્યું છે. પરિવારજનોએ નિષ્પક્ષ એજેન્સીની તપાસ માટે માંગ કરી છે.

આ મામલામાં લખનઉના એસએસપી દીપક કુમારે જણાવ્યું કે ભાજપ પ્રદેશ કાર્યાલયના પ્રભારી ભારત દિક્ષિતે પાર્ટી પદાધિકારીઓના નામનો દુરુપયોગ કરવા વાળા ગુપ્તા સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી. અભિષેક ગુપ્તા સામે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફ્રોડ કરવાનો મામલો દર્જ કર્યો છે. હાલમાં પૂછપરછ માટે પોલીસે એમની ધરપકડ કરી છે.

sp madar યોગીના મુખ્ય સચિવ પર લાંચ લેવાનો આરોપ: ફરિયાદીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને સમજતા સીએમ યોગી આદિત્યનાથે મૂખ્ય સચિવ રાજીવ કુમારને અભિષેક ગુપ્તાના હરદોઇ સ્થિત પેટ્રોલ પંપની સ્થાપના સંબંધી મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

અભિષેક ગુપ્તાએ હરદોઇ જીલ્લાના સંદીલા તાલુકામાં આવેલા કેરૈસો ગામમાં પેટ્રોલ પંપની સ્થાપના માટે મુખ્ય માર્ગની પહોળાઈ ઓછી હોવાના કારણે જરૂરી જગ્યા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. એમનું આવેદન નિયમાનુસાર ના હોવાના કારણે રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

અભિષેકે રાજ્યપાલને ફરિયાદ કરી હતી કે સીએમ ઓફીસના એક અધિકારીએ એમની પાસે 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. લાંચ ના આપવાના કારણે એમના આવેદન પર નિર્ણય થઇ શક્યો નહતો. રાજ્યપાલ રામ નાઈકે આ મામલામાં પૂરી કાર્યવાહી માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.