Not Set/ સંક્ષેપ્તમાં જાણો શું છે X, Y, Z સિકયુરિટી કેટેગરી

  Z અને Z+ સિક્યુરીટી:- ક્યારે અપાય:- જયારે કોઈ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, અથવા કોઈ આતંકી સંગઠન અથવા આતંકી વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધામાંલકી આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિને Z સિક્યોરિટી આપવામાં આવે છે. કઈ સુવિધાઓ આપવામાં આવે છે:- Z સિક્યોરિટી જે વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે તેમને એક […]

Top Stories India Trending
main qimg 8b591e7899c60915354b195cb3d99b25 સંક્ષેપ્તમાં જાણો શું છે X, Y, Z સિકયુરિટી કેટેગરી

 

Z અને Z+ સિક્યુરીટી:-

Yogi Adityanath 3 સંક્ષેપ્તમાં જાણો શું છે X, Y, Z સિકયુરિટી કેટેગરી

ક્યારે અપાય:-

જયારે કોઈ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે, અથવા કોઈ આતંકી સંગઠન અથવા આતંકી વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધામાંલકી આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિને Z સિક્યોરિટી આપવામાં આવે છે.

કઈ સુવિધાઓ આપવામાં આવે છે:-

Z સિક્યોરિટી જે વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે તેમને એક બુલેટપ્રુફ વેહિકલ, એક એસ્કોર્ટ ગાડી આપવામાં આવે છે. તદુપરાંત તે વ્યક્તિને લોકલ પોલીસ અને સેન્ટ્રલ પોલીસ સુરક્ષાકર્મીઓ 24 કલાક માટે આપવામાં આવે છે.

કોણ ખર્ચ ભોગવે છે:-

આ સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

જયારે મુદ્દાની ગંભીરતા વધતી જાય છે ત્યારે તેને Z સિક્યોરિટી કેટેગરીથી Z+ સિક્યુરીટીમાં બદલવામાં આવે છે. જયારે Z સિક્યોરિટીને Z+ સિક્યોરીટીમાં બદલવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે.

Y અને Y+ સિક્યોરીટી:-

hardik patel 7592 સંક્ષેપ્તમાં જાણો શું છે X, Y, Z સિકયુરિટી કેટેગરી

આ સિક્યોરીટી કેટેગરી મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે.

કઈ સુવિધાઓ આપવામાં આવે છે:-

આ સુરક્ષા કેટેગરીમાં 8 સુરક્ષા ગાર્ડસની સુવિધા આપવામાં આવે છે. જેમાં 4 સિક્યોરીટી ગાર્ડ શોર્ટ રેંજ હથિયારથી સજ્જ હોય છે, અને અન્ય 4 સિક્યોરીટી ગાર્ડ લોંગ રેંજ હથિયારથી સજ્જ હોય છે. આ સુવિધાઓ ઉપરાંત પોલીસ બંધોબસ્ત પણ આપવામાં આવે છે.

કોણ ખર્ચ ભોગવે છે:-

આ સુરક્ષા કેટેગરીનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. જયારે આ સુરક્ષા કેટેગરીના નિર્ણયની વાત કરવામાં આવ તો દિલ્લીમાં વાર્ષિક સિક્યોરીટી મીટીંગ કરવામાં આવે છે ત્યારે વિચારી અને નક્કી કરવામાં આવે છે કે ક્યા વ્યક્તિને Y અને Y+ સિક્યોરીટી આપવામાં આવશે અને કોને નહિ, અને આ સિક્યોરીટીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે તેનીઓ નિર્ણય મુદ્દાની ગંભીરતાના આધારે નક્કી કરવામાં આવે છે.

કોના ભલામણના આધારે આપવામાં આવે છે:-

Y અને Y+ સિક્યોરીટી કેટેગરીની સુરક્ષા સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો, મુખ્યમંત્રી અને પોલીસની ભલામણ ના આધારે Y અને Y+ સિક્યોરીટી કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે.

જો ધમકીની ગંભીરતા વધારે જણાય ત્યારે Y સિક્યોરીટીને Y+ સિક્યોરીટીમાં બદલવામાં આવે છે.

X સિક્યોરીટી કેટેગરી:-

સંક્ષેપ્તમાં જાણો શું છે X, Y, Z સિકયુરિટી કેટેગરી

આ પ્રકારની સુરક્ષા કેટેગરીમાં વ્યક્તિને એક હથિયારધારી પોલીસકર્મી આપવામાં આવે છે. પોલીસકર્મી વ્યક્તિનને 24 કલાકની સુરક્ષા પૂરી પડે છે. આ ઉપરાંત સુરક્ષા અર્થે બે પર્સનલ આસિસ્ટન્ટ ઓફિસર (પીએઓ) આપવામાં આવે છે.

કોના ભલામણના આધારે આપવામાં આવે છે:-

X સિક્યોરીટી કેટેગરી પ્રકારની સુરક્ષાનો નિર્ણય  સામાન્ય રીતે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવે છે.