Not Set/ લોકસભાની ચુંટણી: ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન મથકો નક્કી કરી લેવાયા

અમદાવાદ, આગામી વર્ષે લોકસભાની ચુંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પહેલાથી જ તૈયારીઓ હાથ ધરી દીધી છે. ત્યારે હવે ચુંટણીપંચે પણ લોકસભા માટેની તૈયારીઓ પ્રારંભી દીધી છે. જે અંતર્ગત ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન મથકો પણ નક્કી કરી લેવાયા છે. રાજ્યભરમાં ૫૧૭૦૩ મતદાન મથકો પર લોકસભાની ચુંટણી યોજાશે. કેન્દ્રીય ચુંટણીપંચે મતદાન […]

Top Stories Gujarat Others
744501 polls 101718 લોકસભાની ચુંટણી: ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન મથકો નક્કી કરી લેવાયા

અમદાવાદ,

આગામી વર્ષે લોકસભાની ચુંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પહેલાથી જ તૈયારીઓ હાથ ધરી દીધી છે. ત્યારે હવે ચુંટણીપંચે પણ લોકસભા માટેની તૈયારીઓ પ્રારંભી દીધી છે. જે અંતર્ગત ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન મથકો પણ નક્કી કરી લેવાયા છે.

રાજ્યભરમાં ૫૧૭૦૩ મતદાન મથકો પર લોકસભાની ચુંટણી યોજાશે. કેન્દ્રીય ચુંટણીપંચે મતદાન મથકો અંગે માહિતી આપતા જણાવ્યુ કે, ૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

લોકસભાની ચુંટણીમાં ફરજ માટે સંભવિત કર્મચારીઓની ડેટા એન્ટ્રી હાલ ચાલુ છે. કેન્દ્રીય ચુંટણીપંચે પણ લોકસભાની ચુંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે ૫૧૭૦૩ મતદાન મથકોની મંજુરી આપી દીધી છે. ૮૦૩૦૦ જેવા નવા બેલેટ યુનિટનો ચુંટણીમાં ઉપયોગ કરવામાં આવશે.

૧૩ જિલ્લામાં ઈવીએમ પણ પહોંચાડી દેવાયા છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નાયબ કલેક્ટરની આગેવાનીમાં નવા વીવીપેટ મશીન લાવવામાં આવી રહ્યા છે. આ વખતે દેશમાં દરેક જગ્યાએ આગામી લોકસભા ચુંટણી ઈવીએમની સાથે વીવીપેટથી યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં પણ ૬૭ હજાર જેટલા નવા કંટ્રોલ યુનિટ અને વીવીપેટ બેંગ્લોરની કંપનીમાંથી આયાત કરવાની શરુઆત કરી દેવાઈ છે.

આ ચુંટણીમાં એમ ૩ વર્ઝનના નવા યુનિટનો ચુંટણીમાં ઉપયોગ કરાશે. ૩૦ ઓક્ટોબર સુધી તમામ જિલ્લામાં નવા યુનિટ્‌સ પહોંચી જશે. ૧૫ નવેમ્બરથી નવા યુનિટ્‌સનુ ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે.