Not Set/ નવલકથા Milkman માટે એના બર્ન્સને મળ્યો Booker Prize 2018 એવોર્ડ

વર્ષ ૨૦૧૮નો મેન બુકર પ્રાઈઝ એના બર્ન્સને મળ્યો છે. એના બર્ન્સ આ પુસ્કાર જીતનારી પ્રથમ નોર્થન આઈરીશ લેખક બની ગયા છે. આ પ્રાઈઝ તેમને milkman નોવેલ માટે મળ્યો છે. જો કે ૫૬ વર્ષીય એના મીલ્ક્મેન  નોવેલ પૂરી નહતી કરી શક્યા. એનાને સર્જરીના લીધે ઘણી શારીરિક યાતનાઓ વેઠવી પડી હતી. તેમની આ નોવેલ એક મહિલાની કથાને […]

Top Stories World Trending
milkman નવલકથા Milkman માટે એના બર્ન્સને મળ્યો Booker Prize 2018 એવોર્ડ

વર્ષ ૨૦૧૮નો મેન બુકર પ્રાઈઝ એના બર્ન્સને મળ્યો છે. એના બર્ન્સ આ પુસ્કાર જીતનારી પ્રથમ નોર્થન આઈરીશ લેખક બની ગયા છે. આ પ્રાઈઝ તેમને milkman નોવેલ માટે મળ્યો છે.

જો કે ૫૬ વર્ષીય એના મીલ્ક્મેન  નોવેલ પૂરી નહતી કરી શક્યા. એનાને સર્જરીના લીધે ઘણી શારીરિક યાતનાઓ વેઠવી પડી હતી.

તેમની આ નોવેલ એક મહિલાની કથાને વર્ણવવામાં આવી છે. આ મહિલા પરના યૌન શોષણની વાત કહેવામાં આવી છે. આ મહિલાનું શોષણ એવી વ્યક્તિ દ્વારા થાય છે કે જે ખુબ પાવરફુલ છે.

પ્રાઈઝ આપનાર જ્યુરી મેમ્બર એન્થની એપીયાહે કહ્યું હતું કે મને લાગે છે કે આ નોવેલ #MeToo વિશે વિચારવામાં લોકોને મદદ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે અફવાહના લીધે નુકશાન અને ખતરાના મામલે આ ખુબ શક્તિશાળી નવલકથા છે.