Not Set/ સુષ્મા અને ટ્રમ્પની દીકરી વચ્ચે થઇ મુલાકાત, જાણો ઇવાન્કાએ વિદેશ મંત્રીના સન્માનમાં શું કહ્યું ?

અમેરિકામાં યોજાનારી યુનોની સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા ન્યૂયોર્ક પહોચેલા કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બેઠક પહેલા ટ્રમ્પની દીકરી ઇવાન્કા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બંને દેશોની મહિલાઓ માટે આંતરપ્રિન્યોરશીપ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પર ચર્ચા થઇ હતી. મુલાકાત બાદ ઇવાન્કાએ વિદેશ મંત્રીને પ્રભાવશાળી, ગુણવંતા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા મહિલા નેતા ગણાવ્યા હતા. ઈવાન્કા ટ્રમ્પ ભારત આવે તે […]

World
Swaraj Ivankasept201719 82056 730x419 m સુષ્મા અને ટ્રમ્પની દીકરી વચ્ચે થઇ મુલાકાત, જાણો ઇવાન્કાએ વિદેશ મંત્રીના સન્માનમાં શું કહ્યું ?

અમેરિકામાં યોજાનારી યુનોની સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા ન્યૂયોર્ક પહોચેલા કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બેઠક પહેલા ટ્રમ્પની દીકરી ઇવાન્કા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બંને દેશોની મહિલાઓ માટે આંતરપ્રિન્યોરશીપ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પર ચર્ચા થઇ હતી. મુલાકાત બાદ ઇવાન્કાએ વિદેશ મંત્રીને પ્રભાવશાળી, ગુણવંતા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા મહિલા નેતા ગણાવ્યા હતા.

ivanka trump sushma swaraj twitter 650x400 81505786606 સુષ્મા અને ટ્રમ્પની દીકરી વચ્ચે થઇ મુલાકાત, જાણો ઇવાન્કાએ વિદેશ મંત્રીના સન્માનમાં શું કહ્યું ?

ઈવાન્કા ટ્રમ્પ ભારત આવે તે પહેલાં જ સુષ્મા સ્વરાજે તેમની સાથે મુલાકાત કરી છે.મહત્વનું છે કે, નવેમ્બરમાં યોજાનાર ગ્લોબલ આંતરપ્રિન્યોરશિપ સમિટ(GES)માં ભાગ લેવા માટે ઇવાન્કા ટ્રમ્પ ભારત આવવાના છે અને તેઓ જ અમેરિકન ડેલિગેશનનું નેતૃત્વ કરશે.

DKCo6M8VwAIL0oD સુષ્મા અને ટ્રમ્પની દીકરી વચ્ચે થઇ મુલાકાત, જાણો ઇવાન્કાએ વિદેશ મંત્રીના સન્માનમાં શું કહ્યું ?

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથેની મુલાકાત પછી ઈવાન્કાએ તેના ઓફિશિયલ ટ્વિટર ઉપર આ મુલાકાતની માહિતી આપી હતી. ટ્વિટર પર સુષ્મા સ્વરાજ પ્રભાવશાળી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, અમે આ મુલાકાતમાં મહિલાઓના આતંરપ્રેન્યોર વિશે ઘણી વાતો કરી.