વિમાન ક્રેશ/ યુક્રેનનું કાર્ગો પ્લેન ગ્રીસમાં ક્રેશ,8 લોકોના મોતની આશંકા

ઉત્તરી ગ્રીસ શહેર કાવલા પાસે એક કાર્ગો પ્લેન ક્રેશ થયું છે. યુક્રેનની એક કંપની દ્વારા સંચાલિત એન્ટોનવ-12 શનિવારે સર્બિયાથી જોર્ડન જઈ રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું

Top Stories World
6 31 યુક્રેનનું કાર્ગો પ્લેન ગ્રીસમાં ક્રેશ,8 લોકોના મોતની આશંકા

ઉત્તરી ગ્રીસ શહેર કાવલા પાસે એક કાર્ગો પ્લેન ક્રેશ થયું છે. યુક્રેનની એક કંપની દ્વારા સંચાલિત એન્ટોનવ-12 શનિવારે સર્બિયાથી જોર્ડન જઈ રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. વિમાનમાં કેટલા લોકો હતા અને તેમાંથી કોઈ બચી ગયું કે કેમ તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં આઠ લોકો સવાર હતા.

ગ્રીસના રાષ્ટ્રીય પ્રસારણકર્તા ERTએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વિમાનમાં 12 ટન કાર્ગો હતો, જેને સંભવિત જોખમી ગણાવવામાં આવ્યો છે. એન્જિનની ખામી જોઈને પાઈલટે કાવલા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની અપીલ કરી, પરંતુ પ્લેન રનવે સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું અને અકસ્માત સર્જાયો.

ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પ્લેન પહેલાથી જ આગની જ્વાળાઓ જોવા મળી હતી  અને લેન્ડ થતાં જ વિસ્ફોટ થયો હતો  અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાની સ્થિતિને જોતા સાત ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા, પરંતુ સતત વિસ્ફોટોને કારણે તેઓ અકસ્માત સ્થળે પહોંચી શક્યા ન હતા.