કલંક/ ગોંડલમાં બે મહિનાની બાળકીને ડામ દેતો દાહોદનો આ ભૂવો : શું સજા થવી જોઈએ?

અંધશ્રદ્ઘાળુ પરીવારે પોતાની દોઢ માસની દિકરીને આંચકી અને તાવ આવતા છાતીના ભાગે ત્રણ ડામ આપતા બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે.

Top Stories Gujarat Rajkot
બાળકી

વિદેશમાં આજેય ભારતીય અને ગુજરાતીઓને મદારીનો દેશ કે દેશી લોકો તરીકે ગણવામાં આવે છે. તેનું કારણ અહી મળે છે. આટલા વર્ષો અને આધુનિક ડીજીટલ સમયમાં પણ અંધશ્રદ્ધા હજી જોવા મળે છે. જોકે વિજ્ઞાનજાથાની જાગૃતિથી આજે એક બાળકી નો જીવ બચી ગયો છે. બનાવાની વિગત એવી છે કે મૂળ વતની મધ્યદેશના અને હાલમાં ગુજરાતમાં વર્ષોથી મજૂરી કામ કરી પેટીયું રળતા પરિવારે અંધશ્રદ્ધાની હદ પાર કરી છે. બાળકી ને ડામ દેવડાવ્યા છે.

ગોંડલ વિસ્તારમાં રોજગારી માટે કામ કરતા અંધશ્રદ્ઘાળુ પરીવારે પોતાની દોઢ માસની દિકરીને આંચકી અને તાવ આવતા છાતીના ભાગે ત્રણ ડામ આપતા બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હાલ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. આ બાળકી વિશે વિજ્ઞાનજાથાને જાણ થતા તેની રૂબરૂ મુલાકાતે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ પહોચી હતી અને  તેના મા-બાપ અને પરિવારજનોને સમજ આપી પુનરાવર્તન ન થાય તેવા પ્રયાસો કર્યા હતા. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા ડામ કોને અપાવ્યો હતો. કોના દ્વારા અપનાવવામાં આવ્યો હતો તે તમામ માહિતી એકત્ર કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે જઇ ભુવા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલ થી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ગુંદાળા ચોકડી પાસે મૂળ મધ્ય પ્રદેશના વતની એવો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં રહે છે. ત્યારે પોતાની બાળકીને તાણ તેમજ આંચકી અને તાવ આવતો હોય જેના કારણે શ્રમિક પરિવાર દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. ત્યારે આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી હોવા સામે કાર્યવાહી કરશે.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયા અને તેની ટીમે સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેતા ડોકટરોએ સહકાર આપી ભવિષ્યમાં બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે બાળકીની માતાનો પરિચય કરાવ્યો અને સારવાર હેઠળ બાળકીને બતાવવામાં આવેલ. બાળનિષ્ણાંત ડોકટરોએ કહ્યું કે બાળકીની હાલત સ્થિર છે. અમો અત્યારે સતત તેની દેખરેખ રાખી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં તાવ આવે કે અન્ય કોઇ બિમારી સબબ ડામ આપવાની જૂની પ્રથા હજુ પણ યથાવત છે. ક્યારેક કોઈક બીમારી સબબ પશુઓને પણ આ જ પ્રકારે ડામ આપવાથી તેને થયેલ બીમારી જતી રહેશે તેવી લોકોની માન્યતા છે જે સમાજની પછાત માનસિકતા બતાવે છે.

Above ગોંડલમાં બે મહિનાની બાળકીને ડામ દેતો દાહોદનો આ ભૂવો : શું સજા થવી જોઈએ?

આ પણ વાંચો : મોંઘા પેટ્રોલના મામલે ભારત વિશ્વમાં 42મા નંબરે, જાણો કયા દેશોમાં કેટલું મોંઘુ વેચાય છે