રાજ્યભરમાં ટ્રાફિકનાં નવા નિયમો લાંબી રાહત બાદ સરકાર દ્વારા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા નવા કડક નિયમોને પાલન કરવામાં ઘટતું કરવાનો પૂરો સમય સામાન્ય નાગરીકોને દેવામાં આવ્યો હતો. અને ફાઇનલી 1 નવેમ્બરથી સંપૂર્ણ પણ નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા. આ નિયમો સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે જ બનાવવામાં આવે છે તેવું સમજતા હજુ પણ લોકોને વાર લાગી રહી છે અથવા તો અમુક લોકોને સમજવુ જ નથી અને પોતાનો રોફ ઝાડવો છે, તેવી હાલનાં સમયે અનેક ઘટના સામે આવી રહી છે.
પોલીસ દ્વારા કોઇ વાહન ચાલકને રોકવામાં આવતા જ, વાહન ચાલક કોઇને ફોન લગાવી દઇને પોલીસવાળાને વાત કરવા માટે કહેતા જણાઇ છે. તો કોઇ પોતે સરકારમાં ઉચ્ચ અધિકારી છે તેવું જતાવી પોતાનું I – Card ગર્વથી બતાવી રોફ ઝાડતા પણ દેખાય છે. માણસો પાસે બહાના તો એટલા અજીબ હોય છે કે આ બહાના શોઘવા પાછળની મહેનત બીજા સંશોધનમાં કરી નાંખે તો કદાચ એક આદ નોબલ પ્રાઇઝ પણ મળી જાય. આવા અનેક કિસ્સા વચ્ચે આજે વડોદરામાંતો એક વાહન ચાલકે હદ જ વટાવી દીધી હોવાનું સામે આવી રહ્યું છે.
વાત જાણે એમ છે કે, વડોદરામાં હેલ્મેટ મામલે મોટો હોબાળો થયો છે. જો કે, મચાવવામાં આવ્યો છે તેવું કહેવું ધટે. પોલીસ દ્વાર એક હેલ્મેટ ન પહેરેવા વાહન ચાલકને રોકવામાં આવતા વાહન ચાલકમાં ક્રાંતિકારી પ્રગટ થઇ ગયા હોય તેવી રીતે હેલ્મેટનાં વિરોધમાં મોટો વિવાદ છેડા ગયો હોવાનું સામે આવી રહ્યું છે. નારાજ વાહનચાલકે શહેરને માથે લીધું હતું અને કાલાઘોડા વિસ્તારમાં વાહનચાલક દ્વારા રીતસારનો તમાશો કરવામાં આવ્યો હતો. પોલીસે હેલ્મેટ વગર બાઇક ચલાવતા, બાઇક જપ્ત કરતાં વિવાદ ઉત્પન થયો. વાહનચાલક રોડ પર સુઇ જઇને વિરોધ કરી રહ્યો હતો. વાહનચાલકનાં આવા વિરોધને પગલે આ વિસ્તારમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલક દ્વારા પોતાની બાઇક પરત કરવાની માંગ કરવામાં આવી રહી હતી. આ માથા ફરેલા વાહન ચાલકને રોડ પરથી હટાવવા પોલીસને નાકે દમ આવ્યો હોય તેવું રીતસરનું જણાઇ આવ્યું હતું.
જ્યારે સરકાર દ્વારા રોડ અકસ્માત નિવારણ માટે અને નાગરિકોની સુરક્ષા માટે કોઇ નિયમોનું કડક પણે પાલન કરાવવામાં આવે(આમ તો આવું કડક પાલન કરાવવાની જરૂરીયાત ઉભી જ ન થવી જોઇએ જો નાગરિક પોતની જાતને વિકસીત સમજતા કે સભ્ય હોય તો) ત્યારે આવા બેહુદા નાગરિકોને સરકાર દ્વારા દાખલા રૂપ સજા થવી જોઇએ જે સામાન્ય તો ઠીક પણ ખાસ માણસોનો મિજાજ ઠેકાણે લાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.