Gujarat election 2022/ નરોડા વિધાનસભા ભાજપમાં ભડકો: સિંધી સમાજમાં ટિકિટ ન ફળવાતા વિરોધ

અમદાવાદ વિધાનસભાની 21માંથી 19 બેઠકોના નામ જાહેર થવાની સાથે નરોડા વિધાનસભા મતવિસ્તારમાં સિંધી સમાજમાં ભડકો થયો છે. સિંધી સમાજમાંથી કોઈને પણ ટિકિટ ન આપવામાં આવતા અસંતોષનો ચરુ ફાટ્યો છે. તેના લીધે સ્થાનિક નેતાઓએ રાજીનામાની ચીમકી આપી છે.

Top Stories Ahmedabad Gujarat
Balram thawani નરોડા વિધાનસભા ભાજપમાં ભડકો: સિંધી સમાજમાં ટિકિટ ન ફળવાતા વિરોધ
  • ધારાસભ્ય બલરામ થાવાણી સહિત આગેવાનો કમલમ જવા રવાના
  • ટિકિટ ન મળે તો અપક્ષ લડવા માટે આપેલી ચીમકી
  • સ્થાનિક આગેવાનોની પક્ષમાંથી રાજીનામુ આપવાની ધમકી

Gujarat Election 2022માં અમદાવાદમાં વિધાનસભાની 21માંથી 19 બેઠકોના નામ જાહેર થવાની સાથે નરોડા વિધાનસભા મતવિસ્તારમાં (Naroda assembly seat) સિંધી સમાજમાં (Sindhi samaj) ભડકો થયો છે. સિંધી સમાજમાંથી કોઈને પણ ટિકિટ ન આપવામાં આવતા અસંતોષનો ચરુ ફાટ્યો છે. તેના લીધે સ્થાનિક નેતાઓએ રાજીનામાની ચીમકી આપી છે.

વર્તમાન વિધાનસભ્ય બલરામ થાવાણી (Balram thawani) સહિતના આગેવાનો કમલમ જવા રજૂઆત કરવા રવાના થયા છે. સિંધી સમાજને ટિકિટ ન આપવાથી આગામી સમયમાં તેના આકરા પ્રતિભાવ આવી શકે છે. તેના વર્તમાન ધારાસભ્ય બલરામ થાવાણીને ટિકિટ અપાઈ નથી. તેઓ હવે ભાજપના(BJP) હોદ્દેદારો સમક્ષ રજૂઆત કરી શકે છે અને જો તેમા કોઈ પગલાં ન લેવાયા તો ભાજપમાંથી સિંધી આગેવાનોના સાગમતટે રાજીનામા પડી શકે તો કોઈને આશ્રર્ય નહી થાય.

આગામી સમયમાં આ મુદ્દે અમદાવાદ ભાજપમાં ભડકો થાય તો પણ નવાઈ નહી લાગે. ભાજપના હોદ્દેદારો (Office bearer)આ અસંતોષને ખાળવા માટે કયા પ્રકારનો વ્યૂહ અપનાવે છે અથવા તો તેમને કઈ રીતે મનાવે છે તે જોવાનું રહેશે. તેમને સંગઠનમાં બીજા હોદ્દા આપવામાં આવી શકે છે કે તેમને બીજે સરકારી નિગમોમાં હોદ્દા આપવાનું ગાજર લટકાવાઈ શકે છે કે ચૂંટણીનું પરિણામ આવ્યા પછી બીજી કોઈ રીતે લાભ અપાય છે તે જોવાનું રહે છે.સિંધી સમાજ ભાજપનો મોટો ગઢ માનવામાં આવે છે.

કુબેરનગરમાં બાંગ્લા એરિયા બંધ કરાવવામાં આવ્યો છે. ભાજપમાંથી હજી પણ જો તેમને ટિકિટ ન મળે તો તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ચીમકી આપી છે.