Not Set/ લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પહેર્યો કેસરિયો ખેસ, ભાજપમાં જોડાયા

ચાર-ચાર બંગડીવાળી ગાડીથી આખા ગુજરાતમાં લોકપ્રિય થયેલી ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર ભાજપમાં સામેલ થવાની જાણકારી આપી. કિંજલ દવેએ લખ્યું કે કેસરીયો, કમળ અને વડા પ્રધાન મોદી, દેશની 125 કરોડની જનતાના હ્રદયમાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુભાઇ વાઘાણીના હસ્તે કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેરી ભાજપ પક્ષમાં સામેલ થઈ […]

Top Stories Gujarat
kinjal dave.PNG1 લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પહેર્યો કેસરિયો ખેસ, ભાજપમાં જોડાયા

ચાર-ચાર બંગડીવાળી ગાડીથી આખા ગુજરાતમાં લોકપ્રિય થયેલી ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઈ ગઈ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર ભાજપમાં સામેલ થવાની જાણકારી આપી. કિંજલ દવેએ લખ્યું કે કેસરીયો, કમળ અને વડા પ્રધાન મોદી, દેશની 125 કરોડની જનતાના હ્રદયમાં છે.

kinjal dave લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પહેર્યો કેસરિયો ખેસ, ભાજપમાં જોડાયા

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુભાઇ વાઘાણીના હસ્તે કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેરી ભાજપ પક્ષમાં સામેલ થઈ ગયા છે. કિંજલનાં ભાજપ આગમન પ્રસંગે ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવે દ્વારા કોઇ શોરહકોર વિના જ ભાજપ કાર્યલય પહોંચી ભાજપમાં સાદગી પૂર્ણ રીતે પ્રવેશ કર્યો હતો. તો ભાજપ પ્રવેશ બાદ કિંજલ દવેએ પોતાના સમર્થકોને અપીલ કરી કે ભાજપની કાર્યશૈલીથી પ્રભાવિત લોકોએ ભાજપમાં જોડાવવુું જોઇએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.