Gujarat/ ગુજરાતમાં કાળઝાળ ગરમી, આ શહેરોમાં છે ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતમાં 45 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે. 10 વર્ષ બાદ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો હતો.

Top Stories Gujarat Others
Orange

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતમાં 45 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે. 10 વર્ષ બાદ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર નોધાયું હતું.

આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. વર્ષ-2012થી લઈને 2021 સુધી એપ્રિલ માસમાં અમદાવાદ શહેરમાં 44 ડિગ્રીએ ગરમી પહોચી નહોતી. પરંતુ આ વખતે 44 ડિગ્રીને પાર થઈ છે. એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ 1958ની 27મી એપ્રિલે રચાયો હતો..તે દિવસે 46.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગુજરાતમાં આજે અને કાલે કાળઝાળ ગરમી પડશે. બે દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ અલર્ટ અપાયુ છે. તો મોરબી, જૂનાગઢ અને કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

આવતીકાલે રવિવારે અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અલર્ટ છે. તો પાટણ, ગાંધીનગર, મહેGujaratસાણામાં ઓરેન્જ એલર્ટ આવતીકાલે છે. સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ગરમી વધતા હીટસ્ટ્રોકના કેસ વધ્યા અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું હોવા છતાં મનપાએ જુદા જુદા જુદા સ્થળોએ પાણી મુકવા કે ORS પેકેટ્સની વ્યવસ્થા નથી કરી. કોરોના પહેલા દર વખતે મનપા ઉનાળામાં કોઈને તકલીફ ન થાય તે માટે ORS, પાણી વગેરે જેવી વ્યવસ્થા કરતી હતી.

આ પણ વાંચો:AAP અધ્યક્ષનાં પાર્ટીને “જયરામ”, ભાજપની ગાડીમાં થયા સવાર

આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં હત્યા, ગાઝિયાબાદનો રહેવાસી હતો પીડિત કાર્તિક