corona news/ કોરોના સાથે સ્વાઇન ફલૂના કેસનું સંકટ , સાવચેત રહેવા તબીબોનું સૂચન

રાજ્યમાં ફરી એકવાર કોરોના બીમારી ફૂંફાડાં મારી રહી છે. રાજ્યમાં કોરોનાના 42 કેસ નોંધાયા. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધવા સાથે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat Vadodara
Beginners guide to 2024 04 01T141053.684 કોરોના સાથે સ્વાઇન ફલૂના કેસનું સંકટ , સાવચેત રહેવા તબીબોનું સૂચન

ગુજરાત : રાજ્યમાં ફરી એકવાર કોરોના બીમારી ફૂંફાડાં મારી રહી છે. રાજ્યમાં કોરોનાના 42 કેસ નોંધાયા. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધવા સાથે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. માર્ચના અંત સાથે ઠંડીએ વિદાય લીધા બાદ ગરમી તો ક્યાંક વરસાદનો માહોલ જોવા મળ્યો. બદલાતા વાતારવણને લઈને રાજ્યમાં કોરોના સાથે સ્વાઈન ફ્લૂના કેસ પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે કોરોના દર્દી નોંધાયા. જ્યારે સ્વાઈન ફલુમાં સારવાર લઈ રહેલા 6 દર્દીમાંથી ચારની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં વધતા કોરોના એક્ટિવ કેસ અને સ્વાઈન ફલૂના દર્દીઓ વધતા તબીબોએ સાવચેત રહેવાની સલાહ આપી છે. ગરમીના હીટવેવ વધવા સાથે કોરોના અને સ્વાઈનફલૂ બીમારીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. અસારવા સિવિલમાં કોરોનાના 3 દર્દી ઑક્સિજન પર છે જ્યારે સ્વાઇન ફલૂના 4 દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સિવિલમાં હાલ સૌથી વધુ વાયરલ ઈન્ફેકશનના 100થી વધુ દર્દી નોંધાયા છે. રાજ્યમાં હવામાનમાં પલટો આવવા સાથે લોકો વાયરલ ઇન્ફેકશનો શિકાર થઈ રહ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજની ઓપીડીમાં 800 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે.

અમદાવાદ ઉપરાંત પ્રથમ વખત વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો. ગોત્રી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂના દર્દીએ એક વૃદ્ધ છે જેમની અન્ય હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જ્યારે સયાજી હોસ્પિટલમાંથી 2 કોવિડ દર્દીને રજા આપવામાં આવી છે.

કોરોના સાથે સ્વાઈનફલૂના દર્દીઓ વધતા તબીબોએ લોકોને શક્ય બને ત્યાં સુધી કોરોના ગાઈડલાઈન ફોલો કરવા અપીલ કરી છે. તબીબોનું કહેવું છે કે કોરોના કાળની રોગપ્રતિકારક શક્તિ પ્રત્યે જાગૃકતા વધારવા સાથે સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો: West Bengal/બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો: IOCL – Gas Cylinder Rate/એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો

આ પણ વાંચો:CM Yogi-Campaign/સીએમ યોગીનો વીજળીવેગી પ્રચાર, એક દિવસમાં ત્રણ સંબોધન કરશે