ગુજરાત/ કિશન ભરવાડની હત્યાને પગલે માલધારી સમાજ ગૃહમંત્રીને મળીનેઆરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી

આ હથિયાર વડે ધંધુકામાં કિશનની હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

Gujarat
Untitled 3 1 કિશન ભરવાડની હત્યાને પગલે માલધારી સમાજ ગૃહમંત્રીને મળીનેઆરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી

ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન ભરવાડે વિધર્મીઓની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકી હતી. આ બાબતે કિશનની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. કિશને આ બાબતે સોશિયલ મીડિયામાં માફી માંગી લીધી હતી. પરંતુ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા શબ્બીરે અમદાવાદના અયુબ નામના મૌલવી સાથે મુલાકાત કરી હતી. મૌલવીએ શબ્બીરને હથિયાર આપ્યું હતું.

આ પણ વાંચો:મિશન ચંદ્રયાન 3 / આગામી સમયમાં ISRO‘ચંદ્રયાન 3’લોન્ચ કરશે, જાણો ક્યારે…

આ હથિયાર વડે ધંધુકામાં કિશનની હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત રાજકીય પક્ષો, અલગ-અલગ હિન્દુ સંગઠનોએ કિશનની હત્યાના બનાવને વખોડી કાઢી ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે.

આ પણ  વાંચો:વિશ્વ કેન્સર દિવસ / 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે, દુનિયાભરમાં વધી રહ્યો છે કેન્સરનો વ્યાપ
ભરવાડ સમાજના ગુરુ બાવળીયાળી ધામના રામબાપુ, વિજયભાઈ ભડીયાદરા, બાબાભાઈ ભરવાડ, સાધુ-સંતો, માલધારી સમાજના આગેવાનોએ કિશન ભરવાડની હત્યાના બનાવને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. કિશનના હત્યારા સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. ભવિષ્યમાં કોઈપણ સમાજના વ્યક્તિ સાથે આ પ્રકારનું કૃત્ય કરતા આરોપી 100 વાર વિચાર કરે તેવો અને દેશમાં દાખલો બેસે તેટલી ઝડપી કેસ ચલાવવા રજૂઆત કરી હતી. ગૃહમંત્રીએ કિશન હત્યા કેસમાં રાજય સરકારથી જેટલી થશે તેટલી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું.