કોરોના સંક્રમણ/ અમદાવાદમાં ફરી કોરોનાનું સંકટ, ઝાયડસ સ્કુલના આટલા વિદ્યાર્થીઓને પોઝિટિવ

ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ એકમાત્ર અમદાવાદમાં સામે આવ્યા હતા.

Ahmedabad Gujarat
ઝાયડસ સ્કુલના
  • ઝાયડસ સ્કુલના બે વિદ્યાર્થીઓને કોરોના
  • વેજલપુરની સ્કુલના બે વિદ્યાર્થીઓને કોરોના
  • સ્કુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપવામાં આવ્યું

કોરોનાનો કહેર હવે બાળકો પર પણ છવાયો છે, અમદાવાદ વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કુલના બે વિદ્યાર્થીઓને કોરોના પોઝેટિવ આવતા લોકોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. શાળા દ્વારા સાવચેતીના ભાગ રૂપે અને અન્ય બાળકોના જીવનું જોખમ ન થાય તેને ધ્યાનમાં લઈને સ્કુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી થોડા સમય માટે વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવ્યું છે.

છેલ્લા ઘણાં સમયથી કોરોનાના નહીંવત કેસ સામે આવી રહ્યા હતા. પરંતુ ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ એકમાત્ર અમદાવાદમાં સામે આવ્યા હતા.

અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડીમાં આવેલા NID વિદ્યાસંકુલમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લા 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે.ત્યારે ફરી એક વાર અમદાવાદની શાળાઓમાં કોરોનાની રિ-એન્ટ્રી થતા વાલીઓની ચિંતા વધી છે.

આ પણ વાંચો:ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો કેસ, તાનાશાહ કિમ જોંગ ઉને  લગાવ્યું દેશવ્યાપી લોકડાઉન  

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ સાથે આજે નવા 2,827 કેસ,24 દર્દીઓના મોત

આ પણ વાંચો: કોણ છે રાજકુમારી દિયા સિંહ જે તાજમહેલની માલિકીનો કરી રહી છે દાવો…